કલ્યાણ ડોમ્બિવલી માં આજે સવારે નવ વાગ્યે રિમઝિમ શરુ થયેલો વરસાદ સાજના ૬ વાગ્યા બાદ પણ શરુ હોઈ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. નવેમ્બર મહિનો પુરો થયો હોવા છતાં શિયાળાની ઠંડી શરુ થયા પહેલાંજ અચાનક સવારથી વરસાદ શરૂ થઈ વાતાવરણ બદલાતા લોકો ને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. શિયાળામાં ઠંડી ના સ્વેટરની જ્ગ્યા રેનકોટ અને છત્રીએ લીધી હતી.અચાનક પુરો દિવસ ભેજવાળા વાતાવરણમાં બાળકો બિમાર પડવાનો ભય સતાવી રહ્યો છે. વરસાદને લીધે ખુલ્લા મેદાનમાં નિર્ધારીત કાયૅક્રમોના આયોજકો મુશ્કેલી માં પડ્યા હતા તો અનેક આયોજકોએ સ્થળ બદલવા પડ્યા છે.


