કલ્યાણના ચિકનઘર વિસ્તારમાં આવેલી નિખીલ હાઈટ્સ આ હાઈફાઈ સોસાયટીમાંથી પોલીસે એક મૃતદેહ તાબામાં લીધો હોઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવતા આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
મળેલી માહિતી મુજબ મૃતક પ્રમોદ બનોરિયા નિવૃત્ત રેલ્વેના મોટરમેન છે. પ્રમોદના પુત્ર લોકેશે પોલીસને જણાવ્યું હતું કે પારિવારિક વિવાદમાં પ્રમોદે તેની પત્ની અને પુત્રને ઇજા પહોંચાડી હતી અને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને આશંકા છે કે આ ઘટના રાત્રે બની હોઈ શકે છે.
કલ્યાણની પશ્ચિમે ચિકનઘર વિસ્તારમાં નિખિલ હાઈટ્સ એ હાઈપ્રોફાઈલ સોસાયટી છે.આ સોસાયટીના રહીશોએ કલ્યાણની મહાત્મા ફૂલે પોલીસને એક ઘટના અંગે જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.પોલીસે ઘરની તલાશી લીધી હતી. ઈજાગ્રસ્ત મહિલા અને વ્યક્તિની લાશ જમીન પર પડી હતી. આખા ઘરમાં લોહી ખરડાયલુ હતું .પોલીસનું અનુમાન છે કે આ ઘટના રાત્રે બની હશે .લોકેશે પોલીસને જણાવ્યું હતું કે તેના પિતાએ અમને ઘાયલ કર્યા પછી તેણે આત્મહત્યા કરી હતી. જ્યારે સોસાયટીના સભ્યો ઘરે ગયા તો તેઓ ચોંકી ગયા અને પોલીસને જાણ કરી. કલ્યાણના ડીસીપી સચિન ગુંજલ અને એસીપી ઉમેશ માને પાટીલ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટના પારિવારિક વિવાદના કારણે બની હોવાનું માનવામાં આવે છે.જોકે તપાસ બાદ આ કેસમાં હકીકત અને શું થયું તે સામે આવશે એવુ એસીપી ઉમેશ માને પાટીલે જણાવ્યું હતું આ કેસની તપાસ કરવામાં આવી રહી છે અને ઘાયલોની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.


