વધારે ભાડા પડાવી પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરનારા રિક્ષા ચાલકો ના વિરોધમાં કાર્યવાહી કરવામાં આવનાર છે એવી માહિતી કલ્યાણ ના આરટીઓ અધિકારી તાનાજી ચવ્હાણ એ ગુરુવારે આપી.
ચવ્હાણ એ કહ્યું કે વર્ષ ભર પહેલા મિટર પ્રમાણે પ્રવાસી ભાડુ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ શેઅર પ્રવાસી ભાડુ જાહેર કરવામાં આવવાનુ છે રિક્ષા ચાલકો એ મિટર પ્રમાણે અથવા ઠરાવેલા શેઅર ભાડા પ્રમાણે ભાડુ લેવું. તેના કરતાં વધુ ભાડું લેવાશેતો રિક્ષા ચાલકો ના વિરોધમાં કાર્યવાહી કરવામાં આવશે. પ્રવાસી રિક્ષા ભાડા સંદર્ભે કોઈ ફરીયાદ હોયતો પ્રવાસીઓ એ ૯૪૨૩૪૪૮૮૨૪ આ વૉટ્સએપ નંબર પર સંપર્ક સાધવો એવુ જણાવ્યું છે.
કોરોના સમયમાં રિક્ષા ચાલકો એ જે અઘોષિત પ્રવાસી ભાડા વધારો કર્યો હતો. તે બાબતે આરટીઓ કચેરી મૌન પાડી રહી છે. ઉલ્લાસ નગર ૧૭ સેક્શન થી કલ્યાણ આ શેઅર રિક્ષાનુ પ્રતી પ્રવાસી ભાડુ કોરોના પહેલાં ૧૭ રૂપિયા હતુ. કોરોના સમય ગાળામાં બે પ્રવાસીઓ લેવાનો નિર્ણય હતો તેથી રિક્ષા ચાલકો એ ભાડુ આઠ રૂપિયા વધારીને ૨૫ રૂપિયા પ્રતી સીટ કર્યું હતું જ્યારે કલ્યાણ થી ડોમ્બિવલી પ્રવાસી ભાડુ જે ૨૫ રૂપિયા હતુ તેને ડબ્બલ કરી ડાયરેક ૫૦ રૂપિયા કર્યું હતું તેથી ૨૫ રૂપિયાના અઘોષિત ભાડા વધારાને કોણે માન્યતા આપી એવો સવાલ કરવામાં આવ્યો છે.


