મુંબઈ, થાણા, નવી મુંબઈ, પનવેલ, કલ્યાણ-ડોમ્બિવલી તથા વસઈ વિરારના રિક્ષા ચાલકો મનમાની કરે છે. પ્રવાસીઓ સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરે છે. પ્રવાસીઓ ના ભાડા નકારે છે.આર.ટી.ઓ. મારફત જાહેર કરવામાં આવેલા દર પત્રકોનુ પાલન કરતા નથી. આવી અનેક પ્રકારની ફરીયાદો પ્રવાસીઓ તરફથી કરવામાં આવે છે જ્યારે સીએનજી માંગુ થયુ છે અમારા દર પત્રકમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી પોલીસ કાર્યવાહી મા અમોને નાહકના બકરા બનાવાય છે. પાર્કિંગ માટે જગ્યા મળતી નથી અમારા માટે કોઇ સુવિધાઓ નથી આ પ્રકારની ફરીયાદોની લાંબી લીસ્ટ રિક્ષા ચાલકો એ આપી હતી આ બંન્ને ના વિવાદ મા માત્ર ભરડાય છે પ્રવાસીઓ તેમની સમસ્યા ઓ સાંભળવા કોઈ તૈયાર નથી ફક્ત કાગળ પર રહી જાય છે આ બાબતે પ્રત્યક્ષપણે કોઈ યંત્રણા કાયૅરત નથી આ સમસ્યાઓ સંબંધી ગુજરાત સમાચાર એ મુંબઈ,થાણા, પનવેલ,નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારોમાંથી લીધેલા અહેવાલ મુજબ આ વિષય ને વાચા આપવા નો પ્રયત્ન કર્યો છે.
મુંબઈ માં ૧ લાખ ૯૫ હજાર, થાણામાં ૮૪ હજાર, કલ્યાણ-ડોમ્બિવલી માં ૫૩ હજાર, રાયગઢમાં ૧૨ હજાર, નવી મુંબઈ મા ૩૬ હજાર, પનવેલ માં ૨૭ હજાર અને વસઈ વિરારમા ૪૧ હજાર રિક્ષા ઓ રસ્તા પર ધદોડી રહી છે.
સીએનજી અથવા પ્રેટોલના દરમા સતત થયેલા વધારાને લીધે રિક્ષા નુ કિમાન ભાડુ ૨૧ કરવામાં આવ્યું છે ત્યાર બાદ સીએનજી ના દરમાં ૧૪ રૂપિયાનો વધારો થયો છે. રિક્ષા માટે સ્ટેન્ડની સુવિધાઓ મળતી નથી પાર્કિંગ માગું થયું છે.રસ્તામા રિક્ષા ઉભી રાખતાં પોલીસ દ્વારા ફોટો કાઢી લેવાતાં કાયૅવાહી કરે છે. તેથી એક તરફ ઈંધણ નો ભાર તો બીજી તરફ સુવિધાઓ નુ શુ ? એવો સવાલ રિક્ષા સંધટનાઓ તરફથી કરવામાં આવે છે.
રિક્ષા ચાલક માલક સંઘટનાઓને વિશ્ર્વાસ માં લઇ રિક્ષાનુ ભાડા પત્રક પ્રાદેશિક પરીવહન વિભાગ એ જાહેર કર્યું છે છતાં રિક્ષા ચાલકો આ ભાડા પત્રક ને ગણકાર્યા વગર સંપૂર્ણ થાણા જિલ્લામાં પોતાની મનમાની કરી રહ્યા છે. જીલ્લા ના મોટાભાગના વિસ્તારોમાં મનમાની રીતે ભાડાં વસુલી શરું હોઈ ,અલગ અલગ કારણો આગળ ધરી સરકારી યંત્રણા કાયૅવાહી કરવાનુ ટાળતી હોવાથી પ્રવાસીઓ માત્ર હેરાન પરેશાન છે.
થાણા શહેર પરીસરને છોડતાં સવૅત્ર રિક્ષા ચાલકો પ્રવાસીઓ ને પરેશાન કરે છે થાણા શહેર મા નિયમ પ્રમાણે મીટર પ્રમાણે ભાડું લેવાય છે. રેલ્વે સ્ટેશન, વંદના સિનેમા,ત્રણ હાથ નાકા જેવા ભાગોમા શેઅર રિક્ષા ચલાવવામાં આવે છે પરંતુ પ્રવાસીઓ તરફથી અહી નજીવી ફરીયાદ આવે છે.
કલ્યાણ ડોમ્બિવલીના રિક્ષા ચાલકો આર.ટી.ઓ.મારફત જાહેર કરેલ ભાડાં પત્રક ને ગણકારતા નથી.કોરોના સમયગાળામાં ૨૫ રૂપિયા પ્રતી સીટ પ્રમાણે એક પ્રવાસી ફેરીમા બે સીટના ૫૦ રુપિયા રિક્ષા ચાલકો ને મળતાં હતાં. હવે ત્રણ સીટો લેવાની પરવાનગી મળતાં ૨૩ રુપિયા પ્રતી સીટ પ્રમાણે એક રિક્ષા ફેરીએ રિક્ષા ચાલકો ને ૬૯ રુપિયા મળે છે. તેમ છતાં રિક્ષા ચાલકો તરફથી આ ભાડૂ પરવડતું નથી તેવી બુમો પાડવા મા આવી રહી છે.
સીએનજી ઈંધણ દરમા હાલ સતત વધારો થતો જાય છે આ શિવાય મોંઘવારી દર વધ્યો છે પરંતુ ભાડા પત્રક બનાવતી વખતે તેનો વિચાર કરાયો નથી તેવુ રિક્ષા સંઘટનાઓનુ કહેવુ છે.
મિરા ભાયંદર મા કિમાન ભાડુ ૨૧ છે ત્યારે સ્પેશિયલ ભાડાના નામે ૩૦ થી ૪૫ પ્રવાસીઓ પાસેથી વસૂલ કરવામાં આવે છે. ઉલ્લાસ નગર મા આરટીઓએ જાહેર કરવામાં આવેલ દર પત્રકને ગણકાર્યા વગર રિક્ષા ચાલકો મનમાની પધ્ધતિથી વસુલાત કરે છે. અંબરનાથ અને બદલાપુર મા આવીજ પરિસ્થિતિ છે ભિવંડી મા સાતથી આઠ કિલોમીટર માટે ૪૦ થી ૫૦ પડાવાય છે જ્યારે કલ્યાણ અથવા થાણા જવા માટે ૧૦૦ થી ૧૫૦ ની વસુલાત પ્રવાસીઓ પાસેથી કરવામાં આવે છે.


