અમરાવતીમાં પૂર્વ આયોજિત થયેલ રમખાણોના વિરોધમાં ભાજપ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું છે.તે પ્રમાણે કલ્યાણ-ડોમ્બિવલી જીલ્લા ભાજપે આઘાડી સરકાર નો નિષેધ કરવા (આજ તા.૨૨) ના રોજ સવારે ૧૧ વાગે સેકડો કાયૅકરોનો મોરચો તહસીલદાર કચેરી એ આવ્યો હતો
અમરાવતીના પૂર્વ આયોજિત રમખાણો, રાજકીય અપરાધ, મહિલાઓ પર અત્યાચાર, ખેડૂતો માટે અત્યાચારી સરકાર, ભ્રષ્ટ સરકાર, કામદારો માટે સંવેદનહીન સરકાર, વસૂલી સરકાર નામની ઘોષણાઓ મોરચામાં શામેલ મહિલા સહિત પુરુષ કાયૅકરો કરતા નજરે પડ્યા હતા. મોરચાને લીધે અહી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ મોરચામાં ધારાસભ્ય રવિન્દ્ર ચવ્હાણ, પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર પવાર, કલ્યાણ જિલ્લા પ્રમુખ શશિકાંત કાંબલે, કલ્યાણ શહેર પ્રમુખ પ્રેમનાથ મ્હાત્રે, પૂર્વ મેયર ઉપેક્ષા ભોઈર, પૂર્વ ડેપ્યુટી મેયર મોરેશ્વર ભોઈર, કલ્યાણ પૂર્વ વિભાગના સંજય મોરે, નિલેશ તુકારામ મ્હાત્રે, સુભાષ મ્હસ્કે તથા મોટી સંખ્યામા મહિલા સહિત હજારો ભાજપા કાર્યકરોએ ભાગ લીધો હતો. ત્યારબાદ કલ્યાણના તહસીલદાર ને એક નિવેદન આપ્યું હતું.


