Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ઉલ્લાસ નગરમાંના અતિક્રમણો ઉપર કાર્યવાહી મહાપાલીકાની ઝૂંબેશ, રેલ્વે સ્ટેશન પરિસર કર્યો ખુલ્લો

ઉલ્લાસ નગર રેલ્વે સ્ટેશનની બંન્ને તરફ અતિક્રમણો નિમૉણ થયેલા હોઈ ગઈ કાલે મહાનગરપાલિકા ના અતિક્રમણ વિભાગ ના પંથકે સ્ટેશન પરિસર ના પશ્ર્ચિમ તરફના૩૦ કરતાં વધુ ગેરકાનૂની ઝુંપડી ઓ અને પાકા ગાળાઓ તોડી પાડવામા આવ્યા હતાં તેમજ ગેરકાનૂની શરુ રહેલી પાર્કિંગ બંધ કરી દેવામાં આવી.મહાનગર પાલીકા શહેરમાં પોતાની પાર્કિંગ વ્યવસ્થા નિમૉણ કરી રહી હોઈ તેમાથી મહાનગરપાલિકા ને કરોડોનુ ઉત્પન્ન મળવાની અપેક્ષા છે. તેમજ સ્ટેશનના પશ્ર્ચિમ પરિસરની બાજૂમાં મહાનગરપાલિકા પરિવહન બસ સ્ટેન્ડ ઉભુ કરવાનુ હોવાની માહિતી સહાયક કમિશનર ગણેશ શિપીએ આપી. પશ્ર્ચિમ પ્રમાણે પૂર્વ તરફના ભાગોમાંના અતિક્રમણ હટાવવામાં આવશે એવો શંકેત શિપીએ આપ્યો.

શહેરમાં ટ્રાફિક જામ ની સમસ્યાઓની ફરીયાદો  અતિક્રમણ વિભાગને મળતાં અતિક્રમણ વિભાગ ના પથકે ટ્રાફીક પોલીસ ની મદદથી ગયા અઠવાડિયે નહેરુ ચૌક પરિસરમાં દુકાનો સામે ફુટપાથ આગળરાખેલી સેંકડો લોખંડની જાળીઓ કાર્યવાહી કરી જપ્ત કરવામાં આવી હતી.

ટ્રાફીક માટે અડચણ પેદા કરનારી લોખંડની જાળીઓ કાર્યવાહી પહેલા હટાવી લેવાનુ આહવાન શિપીએ વેપારીઓને તેમજ વેપારી એસોસિયેશનના પદાધિકારીઓ ને કર્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads