Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

થાણા- બોરીવલી ભૂયારીમાગૅનુ ભવિષ્ય હવે થાણા વાસીયોના હાથમાં, રિઝર્વેશન બદલવા પડશે.

થાણા અને ઉત્તર મુંબઈને જોડવામાટે રાજ્ય સરકાર એ પ્રસ્તુત કરવામાં આવેલ થાણાથી બોરીવલી આ સંજય ગાંધી ગાડૅનમાથી જનારો બહુ ચર્ચિત ૧૧.૮ કિલોમીટર લાંબો અંડર ગ્રાઉન્ડ માગૅ માટે થાણા મહાનગરપાલિકાના વિકાસ નકશામાંની અંદાજે ૩૪ હેક્ટર જમીન વિવિધ ૧૦ રિઝર્વેશનનો ભોગ લેનાર છે. આ બાબતે રિઝર્વેશનની જગ્યામાં ફેરફાર કરવાની પ્રક્રિયા થાણા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે.તે બાબતે થાણાવાસી તેમજ પયૉવરણ પ્રેમીઓ કયા આક્ષેપો નોધાવે છે,તેના પર આ માગૅનુ આગળનુ ભવિષ્ય ઠરવાનુ છે.

હાલમાં થાણાથી બોરીવલી જવા માટે ધોડ બંદર રોડ થી લગભગ ૨૩ કિલોમિટરનુ અંતર કાપવુ પડે છે.હાલની સ્થિતિમાં આ માગૅ પરથી દિવસે અંદાજે ૭૯ હજાર થી વધુ વાહનો દોડે છે. તેમાં તેમનો સમય,શ્રમ, અને પૈસા વેળફાય છે. શિવાય મોટા પ્રમાણમાં ઈંધણનો વપરાશ થાય છે અને હવામાં પ્રદૂષણ ફેલાય છે.આના ઉપાય માટે મહારાષ્ટ્ર રાજ્ય રસ્તે વિકાસ મહા મંડળે સંજય ગાંધી રાષ્ટ્રીય ગાડૅનમાથી પયૉવરણનુ ભાન રાખી ૧૧ કિલોમીટર નુ અંડર ગ્રાઉન્ડ બોગદુ  બનાવી ૬ લાઈનનો રસ્તો તૈયાર કરવાનુ ઠરાવ્યું હતું. ટિકુજીનીવાડી થી બોરીવલી આ માગૅ રહેવાનો છે.

આ માગૅ માટે થાણા મહાનગરપાલિકાના વિકાસ નકશામાંના ૧૦ રિઝર્વેશનની ૩૪ હેક્ટર જમીન બાધીત થવાની છે.

આ બાધીત થનારી રિઝર્વેશનની જગ્યાના વપરાશ બાબતે ફેરફાર કરવો પડશે અને તેના કારણે થાણા મહાનગરપાલિકા એ સર્વ સામાન્ય નાગરિકો પાસેથી આક્ષેપો અને સુચનાઓ મંગાવવાની પ્રક્રિયા બુધવારથી શરૂ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads