Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

બે છોકરીઓ પર અત્યાચાર કરનારાને જેલ,થાણા ન્યાયાલયનો આદેશ,નવી મુંબઈ રબાળેની ઘટના.


ચાર અને આઠ વર્ષની છોકરીઓને પોતાના ઘરમાં બોલાવી તેમના પર લૈંગિક અત્યાચાર કરનારા સુરેશ રાજભર (૪૫) રહેનાર રબાળે,નવી મુંબઈ આ આરોપી ને થાણાની વિશેષ પોસ્કો ન્યાયાલયના ન્યાયાધીશ કે.ડી. શિરભાતેએ દોષી ઠેરવી દસવર્ષ જેલની સજા ગઈ કાલે સંભળાવી હતી. આ ઘટના ૨૦૧૬મા નવી મુંબઈના રબાળે એમ.આય.ડી.સી. ભાગમાં બની હતી.

આ ઘટનાનો આરોપી રાજભર અને પીડીત છોકરીઓ આ ત્રણેય નવી મુંબઈ ના એકજ વિસ્તારમાં રહેતા હતાં. ઓળખાણ ને લીધે તેણે છોકરીઓ ને ૨૦૧૬મા દિવાળી ની પૂર્વ સંધ્યાએ, ત્યારબાદ ૨૨ નવેમ્બર ના રોજ ઘરે બોલાવીને તે બંન્ને ની ઉપર અત્યાચાર કર્યો હતો. આ બાબતે કોઈ ને કંઈ કહેશો તો જીવતા ઠાર કરવાની ધમકીઓ આપી હતી.

દરમ્યાન એક ઓળખીતા વ્યક્તિ મારફત તે પીડીત છોકરીઓ એ પહેલાં સલામ બાલક ટ્રસ્ટ પાસે પોતાના પર વિતેલી આપવિતી જણાવી તેના આધારે રાજભરના વિરોધમાં નવી મુંબઈ રબાળે એમ.આય.ડી.સી. પોલીસ સ્ટેશનમાં લૈંગિક અત્યાચાર, વિનયભંગ,તેમજ બાળકોના લૈંગિક અપરાધોથી સંરક્ષણ અધિનિયમ ૨૦૧૨ ની કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો.તેમા ધરપકડ બાદ પોલીસ એ આ બાબતે થાણા ન્યાયાલયમાં દોષારોપણ પત્ર દાખલ કર્યો હતો. આ પ્રકરણનો ખટલો વિશેષ પોસ્કો ન્યા.શિરભાતેની સામે આવતાં સરકારી વકીલ સંજય મોરે એ રજુ કરેલાં પુરાવા અને ૬ સાક્ષીદારોએ નોંધાવેલી સાક્ષી ને માન્ય રાખી આરોપી ને દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેને ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ પ્રકરણની તપાસ તત્કાલીન સહાયક પોલીસ ઇન્સ્પેક્ટર કુંદા ગાવડેએ કરી હતી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads