Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ડોમ્બીવલી ભાજપા દ્વારા મનપા કચેરીએ વિશાળ મોરચો, કમિશન ખાઉ આગાડી સરકારનો કર્યો વિરોધ

ભારતીય જનતા પાર્ટી ડોમ્બિવલી દ્વારા આજ રોજ સવારે ૧૧ વાગે વિશાળ  મોરચો સાવરકર ગાડૅન દત્તનગરથી નિકડી ડોબ્મિવલી મનપા કચેરીએ આવ્યો હતો મોરચામાં આમદાર રવિન્દ્ર ચવ્હાણ,જેષ્ઠ નેતા જગન્નાથ પાટીલ,મદાર હળબે, દિનેશ ગોર સહિત હજારોની સંખ્યામાં મહિલાઓ તેમજ કાયૅકરો શામેલ થયા હતા.


આ મોરચામાં મહારાષ્ટ્રની મહા વિકાસ આગાડી સરકારના વિરોધમાં જન આક્રોશ જોવા મળ્યો હતો. કલ્યાણ ડોમ્બિવલી સહિત સંપુર્ણ રાજ્યમાં સાવૅજનિક સુવિધાઓ આપવામાં સરકાર અને મનપા ફેલ ગઈ છે. સાવૅજનિક આરોગ્ય વ્યાવસ્થાઓ ખરાબ છે. એસ.ટી.જેવી સાર્વજનિક વ્યવસ્થા પડી ભાગી છે. સરકારી નોકર ભરતીમા ગોટાળા, વિજળી બિલોમા ખૂબજ વધારો, બિસ્માર હાલતમાં રસ્તાઓ,ટાફીક જામની સમસ્યાઓથી નાગરિકો હેરાન પરેશાન છે.


આ મહા વિકાસ આગાડી સરકારના ભ્રષ્ટ  કારભાર થી જનતા કંટાળી છે અને તેથી આ વિશાળ મોરચા મારફત જવાબ માગે છે. મોરચાનુ પ્રતિનિધિ મંડળે બપોરે ૧૨ વાગ્યે જીલ્લા અદ્યક્ષ શશિકાંત કાબળેની આગેવાનીમાં મનપા અધિકારીઓને નિવેદન આપ્યું હતું.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads