Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

બુલેટ ટ્રેન ના મુંબઈ - થાણાના કામોને આખરે મળ્યો વેગ, મુંબઈ થી શિલફાટા ૨૧ કિ.મિ. બોગદા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ

થાણા મહાનગરપાલિકાએ મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ માટે શિલફાટા નજીકની જમીન આપવાની માન્યતા આપતા આખરે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના લિમીટેડે પ્રથમ તબક્કાના કામ માટે આખરે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.


ટનેલ- બોરીગ મશીન અને નવી ઓસ્ટ્રેલિયા ટનેલીગ પધ્ધતિ વાપરીને બંન્ને માગૅની હાઈસ્પીડ રેલ્વેની ચકાસણી અને કયૉન્વિત કરવામાટે ટેન્ડર કાઢવની માહિતી એન.એસ.આર.સી.એલ.એ શુક્રવારે આપી.૨૧ કિલો મીટરનુ આ બોગદુ બાન્દ્રા કુલૉ કૉમ્પ્લેક્સ થી અંડર ગ્રાઉન્ડ સ્ટેશનથી નિકળીને શિલફાટા સુધી બનાવવામાં આવી રહ્યું છે આ માટે સાડા ત્રણ વર્ષ નો સમયગાળો લાગવાનો છે. આ બોગદાના કામમાટે પયૉવરણ ની દૃષ્ટિએ ભારતીય જૂ-લૉજીકલ સર્વે ઓફ ઈન્ડિયા, મેગ્રોવ્હ સર્વે ઓફ ઈન્ડિયા, અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી જેવી સંસ્થાઓએ આ ક્ષેત્રમાં ના પ્રકલ્પોના પ્રભાવનો અભ્યાસ કર્યો છે.જૂ- લૉજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના અભ્યાસ પ્રમાણે આ પ્રદેશ ના વન જીવોને ઓછામાં ઓછો ત્રાસ થાય, આ ભાગમાં ખારકુટી કપાશે નહી, કારણ આ બોગદુ ૨૦ થી ૪૦ મીટર નિચે સમુદ્ર નિચે અંડર ગ્રાઉન્ડ બોગદુ રહેશે. કૉસ્ટલ રેગ્યુલેશન મૅનેજમેન્ટ ઑથોરીટી,નેશનલ બોડૅ ઓફ વાઇલ્ડ લાઇફ અને વન વિભાગ જેવા પ્રાધિકરણ તરફથી પયૉવરણ સંબંધિત સર્વે મંજૂરી મળી છે તો કેટલીક તત્વતા માન્યતા સહમતી દશૉવેલ છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના વિવાદ મા નરેન્દ્ર મોદીના સ્વપ્નમાંનો આ પ્રોજેક્ટની જમીન સંપાદન કામ રખડી પડ્યુ હતું આ પ્રોજેક્ટ નુ મુંબઈ પછી થાણા જીલ્લા માં નુ એકમાત્ર સ્ટેશન શિલફાટા પરિસરમાં ના આગાસન ખાતે છે. આ જગ્યા થાણા મહાનગરપાલિકા ના માલિકીની છે. રાજકીય કાવાદાવા ઓને લીધે સત્તાધારી શિવસેનાએ આ જગ્યા આપવાનો પ્રશાસનનો પ્રસ્તાવ ત્રણ ચાર વખત મોકુફ રાખવામાં આવ્યો હતો પરંતુ કેટલાક દિવસ પહેલાં ઉધ્ધવ ઠાકરે અને નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી બેઠક બાદ સત્તાધારી શિવસેનાએ બુલેટ ટ્રેન માટે જગ્યા આપવાનો પ્રસ્તાવ લાવી તેને મંજૂર કરવામાં આવ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads