થાણા મહાનગરપાલિકાની હદમાં આજેપણ અનેક ભાગોમાં પાણીની અછતો વતૉય છે આ ભાગોમાં પાણીનો પુરવઠો કરવા માટે મનપા પાસે ફક્ત સાત ટેન્કર હોઈ તે અપુરા પડે છે.તેનો ફાયદો ઉઠાવી ખાનગી ટેન્કર માફીયાઓ અનેક ગૃહ સંકુલોમાં પાણી પુરવઠો કરે છે.તે માટે પ્રતી ટેન્કર ૨૫૦૦ થી ૩૫૦૦ રૂપિયાની આકારણી કરાતી હોવાનુ જાણવા મળે છે. પાલીકા તરફથી પાણી પુરવઠો મળતો ન હોવાથી ગૃહ સંકુલોમાં ના ઈલાજે વધુ દરે ટેન્કર નુ પાણી ખરીદે છે તેથી કેટલાક ગૃહ સંકુલોમાં દર મહિને પાણી ના બીલો લખ્ખો રુપીયામા જાય છે.
પાછલા બે ત્રણ મહિનાઓથી થાણામાં પાણી ની તંગી નિર્માણ થઈ છે.તેનો ફટકો કલવા,મુબ્રા,દિવા સહિત સંપુર્ણ થાણાને સહન કરવુ પડે છે આવા સમયે ગૃહ સંકુલોમાં પાણી પુરવઠો કરવા માટે સાત ટેન્કર ઉપલ્બધ કરાવાયા છે તે પૈકી બે મુબ્રામા છે અને બાકીના થાણા શહેર માં છે. શહેરમાં ની ગૃહ સંકુલોની સંખ્યા પ્રમાણે આ ટેન્કરો અપુરા પડે છે તેથી એકાદ સ્થળે ટેન્કર ગયા બાદ બીજા સ્થળે જવા માટે અડધો દિવસ નિકળી જાય છે તેથી અનેક ભાગોમાં પાણી મળતું નથી. ના ઇલાજે ગૃહ સંકુલોમાં ખાનગી ટેન્કર મારફતે પાણી વેચાતુ લેવાય છે. પાલીકા તરફથી ઘરઘુતી વપરાશ માટે ટેન્કર લેતા એક હજાર રૂપિયા અને વ્યવસાયિક ઉપયોગ માટે ૧૫૦૦ રૂપિયા નો દર લેવામાં આવે છે. ગૃહ સંકુલો ટેન્કર ઉપલ્બધ કરી આપે તો પાલીકા ફક્ત ૭૦૦ રૂપિયા આકારણી કરે છે.


