Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

આગાડી સરકારના મહારાષ્ટ્ર બંધના કૉલને કલ્યાણ-ડોમ્બિવલીમાં આંશિક સફળતા, દાણા બજારમાં અનાજની દુકાનો બંધ કરાવી

આગાડી સરકારના મહારાષ્ટ્ર બંધ ના કૉલને આંશિક સફળતા મળી છે. કલ્યાણ-ડોમ્બિવલી શહેરોમાં શિવસેના,એનસીપી તથા કૉંગ્રેસના કાયૅકરો સવારથી બંધ કરાવવા માટે શહેરમાં ફરતાં હતાં અહિના શિવાજી ચૌક ખાતે સવારે કૉંગ્રેસના કાયૅકરો મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ પ્રકાશ મુથાની આગેવાની માં શિવાજી ચૌક ખાતે એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર ના વિરોધમાં ઘોષણાઓ કરી હતી તેમણે ઉત્તર પ્રદેશ સરકાર અને યોગી કિશાન વિરોધી હોઈ લખીપુરમા થયેલ કિશાનોની હત્યા ના વિરોધમાં હત્યા માટે જવાબદાર કેન્દ્રીય પુત્રના વિરોધમાં કાર્યવાહી કરવા અને કેન્દ્રીય મંત્રી રાજીનામુ આપે એવી માગણી કરી હતી આ પ્રસંગે કલ્યાણ-ડોમ્બિવલીની બજાર બંધ રહી હતી જ્યારે રીક્ષા,ટેક્ષીએસ.ટી,બસ તથા ખાનગી વાહન રાબેતામુજબ શરુ રહ્યા હતા આ પ્રમાણે બંધ ને આંશિક સફળતા મળી હતી બપોરે ત્રણ વાગ્યા પછી સર્વે દુકાનો શરુ થઇ હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads