Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

આજે સાંજે ચાર વાગ્યે ડોમ્બિવલી ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રનું કેન્દ્રીય મંત્રી ના શુભ હસ્તે ઉદ્ઘાટન


ભારતીય ટપાલ વિભાગ અને વિદેશ મંત્રાલય વચ્ચે સમજૂતી કરાર મુજબ આવતીકાલે પાસપોર્ટ સેવા કેન્દ્ર તા.૧૨ ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસ, ડોમ્બિવલી ઔદ્યોગિક વસાહત ખાતે શરૂ થઈ રહ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય દૂરસંચાર રાજ્ય મંત્રી દેવસિંહ ચૌહાણના શુભ  હસ્તે સાંજે ૪ વાગ્યે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે.  આ કાયૅક્રમમા સાંસદ શ્રીકાંત શિંદે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.  મહારાષ્ટ્ર પોસ્ટલ સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ એચ.સી.અગ્રવાલ, પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી ડો  રાજેશ ગવાંડે આ સમયે ઉપસ્થિત રહેશે, એમ થાણે પોસ્ટલ વિભાગના વરિષ્ઠ અધિક્ષક એસ.બી.વ્યવહારે એ જણાવ્યું છે.  આ પાસપોર્ટ કેન્દ્ર ડોમ્બિવલી એમ.આય.ડી.સી. પોસ્ટ ઓફીસ,પેઢારકર કૉલેજ પાસે, ડોમ્બિવલી પૂર્વ ખાતે હોઈ સ્થાનિક રહેવાસીઓ તેમજ આસપાસના વિસ્તારના નાગરિકોને પાસપોર્ટ સંબંધિત સેવાઓનો લાભ લેવા સક્ષમ બનશે એવુ જીલ્લા માહિતી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads