અહિના કલ્યાણ-ડોમ્બિવલી શહેરોમાં અચાનક પડેલા મુશળધાર વરસાદ ને લીધે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે શાજના સવા છ વાગ્યાના સુમારે જોરદાર પવન અને વીજળીના ચમકારા ઓ સાથે પુરજોશમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો જે થોડાક સમયમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો ને મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો. મુશળધાર વરસાદને કારણે તેમજ વિજળી ના ચમકારા ને લીધે શહેરમાં ની વિજળી ગુલ થઇ હતી. આ લખાય છે ત્યારે કલ્યાણ-ડોમ્બિવલી ના અનેક ઠેકાણે પાણી ભરાઇ ગયા ના સમાચાર મળે છે કલ્યાણ ના શિવાજી ચૌક,બેતુરકરપાડા,મોહના રોડ જ્યારે ડોબીવલી રેલ્વે સ્ટેશન નજીક ભાજી માર્કેટ,પાટકર રોડ, આસપાસ ના વિસ્તારમાં ની દુકાનોમાં પાણી ઘુસી ગયા હોવાના અહેવાલ મળ્યા છે
પવનને લીધે અનેક વૃક્ષો તેમજ ડાળખીઓ ઉખડી પડી હોવાની માહિતી મળી છે આ લખાય છે ત્યારે પોણા કલાક પહેલા શરુ થયેલો વરસાદ રોકાયો નથી.
Video : Dombivali Railway Station


