થાણા મહાનગરપાલિકા ના કમૅચારીઓ ને સાતમુ વેતન લાગુ કરવાનો નિર્ણય લીધો છે તેથી આ દિવાળી કમૅચારીઓ ની સારી જવાની છે. રાજ્ય સરકાર એ લીધેલા નિર્ણય ની માહિતી થાણા જીલ્લા ના પાલક પ્રધાન એકનાથ શિંદે એ આપી. તેથી પાલીકા કમૅચારીઓ નુ વેતન હવે ૧૨ થી ૧૫ ટકાથી વધવાનુ છે આ વેતન વધારાના લીધે પાલીકા તિજોરીમાં વાર્ષીક ૧૧૪ કરોડ ૭૯ લાખ નો બોજો પડવાનો છે.
સાતમા વેતન આયોગની ભલામણ પ્રમાણે રાજ્ય સરકાર અને અન્ય પાત્ર કમૅચારીઓ ની સુધારીત વેતન શ્રેણી લાગૂ કરવા બાબત નો નિર્ણય લેવામાટે સેવા નિવૃત્ત સનદી કે.પી. બક્ષીના માગૅદશૅન હેઠળ સમિતિ સ્થાપવામાં આવી હતી તે સમિતિની ભલામણ પ્રમાણે મુંબઈ ને બાદ કરતા અન્ય પાલીકા ના કમૅચારીઓ ને આ વેતન શ્રેણી લાગૂ કરવાનો નિર્ણય સરકાર એ ૨ ઑગસ્ટ ૨૦૧૯ ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તેનો અમલ થાણા મનપા એ કર્યો નોહતો.
આખરે એપ્રિલ ૨૦૨૧મા થયેલી મહાસભા મા આ સંદર્ભે પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ પ્રસ્તાવ છેલ્લી મંજૂરી માટે રાજ્ય સરકાર ને મોકલાયો હતો. મંગળવારે થયેલ બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હોવાનું શિંદે એ કહ્યું હતું.
થાણા મનપા અસ્થાપન પર ૧૦ હજાર ૫૦૦ પદો મંજૂર હોઈ ૬૫૦૦ પદોપર કમૅચારીઓ કામ કરી રહ્યા છે જ્યારે શિક્ષણ મંડળના દોઢ હજાર કમૅચારીઓ છે.તેમનેપણ સુધારીત વેતન શ્રેણી નો લાભ મળવાનો છે.૧ જાન્યુઆરી ૨૦૧૬થી સાતમુ વેતન આયોગ પ્રમાણે સુધારીત વેતન શ્રેણી લાગૂ કરવાની માંગણી કામગાર સંધટનાએ કરી હતી તે પ્રમાણે આ વેતન શ્રેણી લાગૂ કરી હોઈ ૨૦૧૬ થી ૨૦૨૧આ સમય ગાળાના ફરકની રકમ આપવા માટે તિજોરીમાં અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડવાનો છે.


