Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

આઠ વર્ષમાં ખાડા પુરવા ૧૧૪ કરોડ ખર્ચ : કડોંમપાની વાસ્તવીકતા : ભ્રષ્ટાચારનો ખાડો કેટલો મોટો?


થાણા જીલ્લામાંના રસ્તાઓપરના ખાડાઓનો પ્રશ્ન ગાજી રહ્યો છે ત્યારે કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાએ ગયા આઠ વર્ષમાં ખાડાઓ પુરવા માટેના કામો પાછળ ૧૧૩ કરોડ ૯૧ લાખ રુપિયા ખર્ચ કરેલ હોવાની જાણકારી મળેલ છે અંદાજે એક અઝબ રુપિયા ખર્ચ કરીને પણ રસ્તાઓ પરના ખાડાઓનો પ્રશ્ન દર વર્ષે જૈસેથે જ રહેવાનો હોય તો આ પૈસા ખાડા ખાય છે કે અધિકારી એવો સવાલ ઉપસ્થિત થાય છે ભ્રષ્ટાચારનો ખાડો આ કેટલો મોટો અને ઉંડો છે તે આ આંકડા દર્શાવે છે મહાનગરપાલીકા હદમાં દરવર્ષે ચોમાસામાં ખાડા પડે છે ખાડા પુરવા મહાપાલીકા એપ્રિલ મહિનામાં નવા આર્થિક વર્ષના બજેટમાં કરોડો રુપિયાના ફંડની જોગવાઇ કરે છે. કરેલ જોગવાઇ અને ખર્ચ થયેલ રકમની માહિતી મહાપાલિકાના ઓડિટ વિભાગમાં હોય છે. સંપૂર્ણ વર્ષ ભરમાં રસ્તાના ખાડા પુરવા માટેના કામો કરવા જરુરી છે. આ કામો વર્ષ ભર કરાતા નથી ગણપતિ અને દિવાળીના તહેવારો આવે ત્યારે ખાડા પુરાતા નથી મહાપાલિકાના રસ્તા સમારકામ પથક પ્રત્યેક વિભાગમાં ફરતુ હોય છે તેના દ્વારા સમારકામો કરવામાં આવે છે. ખાડાઓ પુરવામાં આવે છે પરંતુ તેઓએ કરેલા કામોની ગુણવત્તા સારી હોતી નથી સમારકામનું કામ પણ થુંક લગાડવાનું હોય છે. આ વખતે રસ્તા સમારકામોના કામો માટે મહાપાલિકાએ ૧૫ કરોડ રુપિયાની જોગવાઇ બજેટમાં કરી હતી જ્યારે પ્રત્યક્ષમાં ૧૨ કરોડ ૧૩ લાખનાં ટેન્કરો કાઢ્યા હોવાનું પ્રશાસન તરફથી કહેવાય છે મહાપાલિકા તરફથી રસ્તામાં પડેલા ખાડાઓનું સર્વેક્ષણ કરવામાં આવે છે એક રસ્તા પર કેટલા ખાડા પડ્યા છે તેની માહિતી અધિકારી નોંધતા નથી ખાડા કેટલા છે તે ગણવામાં આવતું નથી. નાગરિકો પાસેથી ખાડાઓની ફરિયાદો લેખીત સ્વરુપમાં કરવામાં આવતી નથી ફક્ત ફોન પર અધિકારી વર્ગથી સંપર્ક કરી ફરિયાદ કરાય છે. ચોમાસાને લઇ ખડી નાખીને ખાડા ભરવાનું કામ પ્રશાસન તરફથી કરાય છે વરસાદ હજુ પડે છે તેથી ડાંબર નાખીને ખાડા પુરવાનું કામ વરસાદ રોકાયા બાદ જ કરવામાં આવશે ચાર દિવસથી ખડી નાખીને ખાડા ભરાય છે વાલધુની ઉંડાણપૂલ પરના ખાડા ડાંબર નાખી પુરવામાં આવ્યા તેથી આ પૂલ પરથી પ્રવાસ કરનારા વાહન ચાલકોને રાહત મળી આગળ ઉલ્હાસનગરની તરફ ખાડાઓ પડેલા છે ખાડાઓને લીધે રસ્તો એકદમ ખરાબ છે કલ્યાણમાં ચાર હજાર ચોરસ મીટર લાંબા રસ્તાઓ પર ખડી નાખીને ખાડા પુરાયા છે જ્યારે ડાંબર નાખીને ૨૮૩ ચો.મીટર લાંબા ખાડા પુરવામાં આવ્યા છે. ડોંબિવલીની માહિતી પ્રશાસન પાસે ઉપલબ્ધ નથી.૨૦૧૩-૧૪માં ૧૬ કરોડ ૨૬ લાખ, ૧૪-૧૫માં ૧૪ કરોડ ૯૪ લાખ, ૨૦-૧૫-૧૬-૧૦ કરોડ ૧૩ લાખ,૨૦૧૬૧૭માં ૧૧ કરોડ ૫૩ લાખ, ૨૦૧૭૧૮માં ૧૨ કરોડ ૮૧ લાખ, ૨૦૧૮-૧૯માં ૧૭ કરોડ ૭૩લાખ,૨૦૧૯૨૦માં ૧૮ કરોડ ૬૯ લાખ, ૨૦૨૦-૨૧માં ૧૧ કરોડ ૮૨ લાખ અત્યાર સુધીમાં કુલ ૧૧૩ કરોડ ૯૧ લાખ રુપિયા ખાડાઓ પુરવા માટે ખર્ચ કર્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads