Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

અવજડ વાહનો માટે જગ્યા કરાશે નક્કી : પાલક પ્રધાનનો આદેશ


થાણા શહેરના મુખ્ય માર્ગો અને ઘોડબંદર રસ્તા પર ગઇ કાલે ફરી થયેલા ટ્રાફિક જામને લઇ પાલક પ્રધાન એકનાથ શિંદેએ ટ્રાફિક પોલીસ સહિત સર્વે સંબંધીત યંત્રણાઓની તત્કાળ બેઠક બોલાવી અવજડ વાહનો માટે પાર્કિગ લોટની જગ્યા નક્કી કરવાનો આદેશ આપ્યો બુધવારે પાલક પ્રધાન નવીમુંબઇ, ખારેગાવ, શહાપુર અને દાપચારી ખાતેની ખુલ્લી જગ્યાઓનું નિરીક્ષણ કરી યોગ્ય જગ્યા નક્કી કરી તે સ્થળે પાર્કિગ લોટ ઉભો કરવામાં આવશે.

થાણા શહેરમાં ગયા કેટલાક દિવસોથી પ્રચંડ પ્રમાણમાં ટ્રાફિક જામ થાય  છે. ખાડાઓ, શહેરમાંના ચાલુ રહેલા વિકાસ કામોને લઇ આ ટ્રાફિક જામ વધ્યો છે મુંબઇ અમદાવાદ રસ્તા પરના વરસાવે પૂલ અને મુંબ્રા બાયપાસ સમારકામનું કામ શરુ હોઇ મોટા ભાગના અવજડ વાહનો થાણા માર્ગે આગળ જતા હતા. તેમાં સોમવારે મધ્યરાત્રીએ ટેન્કર પલટી ખાતાં ફરી એક વખત ઘોડબંદર રોડ પર ટ્રાફિક જામ થયો હતો તેથી પાલક પ્રધાનએ તુરંત થાણા પોલીસ, ટ્રાફિક પોલીસ, ગ્રામીણ પોલીસ, થાણા મહાપાલિકા વિગેરે સંબંધિત યંત્રણા સાથે બેઠક લીધી આ બેઠકમાં થાણા ગ્રામીણ વિભાગના પો.અધિક્ષક વિક્રમ દેશમાને, થાણા પોલીસની ટ્રાફિક વિભાગના પોલીસ ઉપાયુક્ત વિનય રાઠોડ, મીરાભાયંદરના પોલીસ ઉપાયુક્ત વિજયકાંત સાગર, થાણા મનપાના કાર્યકારી ઇજનેર રામદાસ શિંદે અને અન્ય અધિકારી ઉપસ્થિત હતા.

જેએનપીટીમાંથી નિકળનારા વાહનો નજીકના પાર્કીગ લોટમાં થોભાવવામાં આવશે. મુંબઇ-નાશિક મહામાર્ગ પર ખર્ડી-સોનાળે-દાપોડે ખાતે નાશિકથી મુંબઇ તરફ આવનારા વાહનો થોભાવવા માટે અમદાવાદથી મુંબઇ આવનારા વાહનો દાપચરી ખાતે થોભાવવા માટે, થાણા શહેરમાં આવનારા વાહનોનું નિયોજન કરવા માટે ખારેગામ ટોલનાકાની બન્ને તરફ પાર્કિગ લોટ તૈયાર કરવામાં આવશે.

આ સ્થળોએ અવજડ વાહનો રોકીને વાહતુક વિભાગ મારફત નિયોજન બદ્ધ તરીકે તબક્કાવાર આ વાહનો શહેરમાં છોડવામાં આવશે જેથી ટ્રાફિકનું નિયોજન કરવું શક્ય બનશે. થાણા શહેરમાંના સર્વે પ્રમુખ રસ્તાઓના સમારકામો પુરા થાય ત્યાં સુધી આ નિયોજન હશે તેથી ટ્રાફિક જામની સમસ્યા ઓછી થવામાં મદત મળશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads