દલાપુર શહેરમાં ગઇ કાલે રાત્રે ફરી કેમીકલ હવામાં લીક થયું છે તેથી શહેરમાં ઉગ્ર વાસ ફેલાઇ છે આ ગળતર નક્કી ક્યાંથી થયું તેની શોધ અગ્નિશામક દળ લઇ શક્યું નથી રાત્રીના સમયે અહીના કેમીકલ કારખાના મોટા પ્રમાણમાં ગેસ છોડતા હોય છે તેથી નાગરિકોને હરહંમેશ ત્રાસ સહન કરવો પડે છે. પરંતુ રવિવારે દરરોજ કરતાં વધુ ઉગ્રવાસ હવામાં ફેલાઇ હતી તેથી નાગરિકો ચિંતામાં હતા.
બદલાપુર શહેરને લાગીને જ મોટી રસાયણીક એમઆયડીસી આવેલી છે. આ એમઆયડીસીમાંથી હંમેશા કેમીકલનું પ્રદુષણ થતું હોય છે. રવિવારે રાત્રે બદલાપુર શહેરમાં અચાનક કેમિકલ ગેસની ઉગ્રવાસ હવામાં ફેલાઇ તેથી થોડાક સમયમાં નાગરિકોના માથા દુખવા, ગુગળામણનો ત્રાસ શરુ થયો ત્યારબાદ કેટલાક એ સોશ્યલ મીડિયા પર આ બાબતની માહિતી નાખતાં સંપૂર્ણ શહેરને આ ત્રાસ જણાયો હોવાનું સામે આવ્યું. કાત્રપ, પનવેલ હાઇવે, આદર્શ કોલેજ પરિસર, બેલવલી, મોજર્લી, દત્ત ચૌક એવા પરિસરમાં આ ત્રાસ જણાતો હતો. આ ઘટનાની માહિતી મળતા બદલાપુરનું અગ્નિશામકદળના કર્મચારીઓ એમઆયડીસી વિભાગમાં શોધા શોધ શરુ કરી પરંતુ ત્યાં સુધીમાં એમઆયડીસીમાંથી છોડાયેલી ગેસ બંધ કરાયો હતો તેથી અગ્નિશામક દળના હાથમાં કઇ આવ્યું નોહતું.
બદલાપુરની એમઆયડીસીમાંથી ૩ જૂનના રોજ પર ગેસ ગળતર થયું હતું તે સમયે બદલાપુર એમઆયડીસીની નોબેલ ઇન્ટર મિડીએટસ આ કંપનીનું ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપ્યો હતો. તે સમયે પણ આવીજ પદ્ધતિથી એકાદી કંપનીમાંથી ગેસ ગળતર થયાની શક્યતા હોઇ આ સર્વે ઉપર નિયંત્રણ રાખવામાં મહારાષ્ટ પ્રદુષણ મંડળ ફેલ ગયું છે.


