Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

લૉક ડાઉન ઉઠતાં ગુનેગારી થઈ અનલૉક,થાણા શહેર ના ગુનાઓમા વધારો


કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમા આવતા રાજ્ય સરકારે મોટાભાગના નિયમો શિથીલ કર્યા અને તેથી જનસામાન્ય લોકો ધરની બહાર પડ્યા. કડક નિયમો ને લીધે ઠપ્પ થયેલો વહેવાર ધીરે-ધીરે પાટાપર આવવાની શરૂઆત થઇ પરંતું આ પરિસ્થિતિમાં ગુનેગારોને મોકળુ મેદાન મળ્યું. હવે અનલૉક બાદ ગુનાઓના વધી રહેલા પ્રમાણને ધ્યાનમાં લેતાં એક વાત સ્પષ્ટ થાય છે કે લૉક ડાઉન અને અનલૉક બાદ ગુનાઓનુ પ્રમાણ અતિશય વધી ગયુ છે.મંગળસૂત્ર આચકવા,ચેન સ્નેચિગ, સહિત ભુરટા ચોરોએ સંપૂર્ણ જીલ્લામાં ગુનેગારીનો ઉચ્ચાક ગાઠ્યો છે કોરોના સંક્રમણને લીધે પહેલેથીજ  જનસામાન્ય લોકો વિકટભરી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા છે ત્યાં હવે ચોરી, મારામારી, ખૂન, બળાત્કાર જેવી ધટનાઓનો આધાત લોકોને સહન કરવો પડે છે આ વધતી જતી ગુનાખોરી ને ડામવાની જરૂર છે.

નિયમો શિથીલ થતાં જ શહેરમાં ગુનેગારો અનલૉક થયાનો આભાસ શહેરીજનોને થઈ રહ્યો છે.થાણા શહેરમાં ૨૦૨૦ની સરખામણીમાં ૨૦૨૧ના આઠજ મહિનામાં ખૂન, જબરી ચોરી સહિત અત્યાચારોની ધટનાઓમાં વધારો થયો છે.

લૉક ડાઉન સમય ગાળા દરમ્યાન થાણા શહેરની ગુનેગારી ઑગષ્ટ ૨૦૨૦ની આખર સુધી (તેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી લૉકડાઉન નોહતુ) ત્યારે ખૂનના પાંચ ગુના બન્યા હતા ઉલટુ ૨૦૨૧ના આઠ મહિનામા ખૂનના ૧૧ ગુના દાખલ થયા.ખૂનનો પ્રયત્ન કરવાના ચાર ગુના હતા તેમા આ વર્ષે ૧૩ ગુનાઓનો વધારો થયો હોઈ કુલ ૧૭ ગુના દાખલ થયા છે.

મંગળસૂત્ર ચોરી જબરી ચોરી ના-૧૦ ગુના, જ્યારે અન્ય જબરી ચોરીના-૩૦ ગુનાઓ મળી કુલ ૪૦ ગુના ગયાવર્ષે નોંધાયા હતા તેમાં ૧૮ નો વધારો થતાં આ સંખ્યા આ વર્ષમાં ૫૮ થાય છે તેમાં ૨૧ મંગળસૂત્ર ચોરી જ્યારે અન્ય ૩૭ ગુના જબરી ચોરીનો તેમાં સમાવેશ છે.

૨૦૨૦ માં ઘરફોડીના ૬૦, જ્યારે વાહનોચોરી ના ૧૪૦ ગુનાઓ દાખલ થયા હતા અન્ય ચોરીના ૧૦૫ ગુના દાખલ થયા હતા. લૈંગિક અત્યાચારના ૨૧, જ્યારે વિનયભંગના- ૫૨ ગુના દાખલ થયા હતા, અપહરણના ૯૧ ગુના દાખલ થયા હતા તેજ સમયગાળામાં ૨૦૨૧ માં ઘરફોડીના ગુનાઓમાં ૪૧ ગુનાઓનો વધારો થયો હોઈ કુલ ૧૦૩ ગુના દાખલ કરવામાં આવ્યા છે. વાહનો ચોરીમાં ૧૩૧ ગુનાઓ નો વધારો થયો છે તેથી કુલ ૨૭૧ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.અન્ય ચોરીઓમાં કુલ ૧૩૪ ગુનાઓ દાખલ થયા છે તેમાં ૨૯ ગુના વધ્યા છે

આવીજ પરિસ્થિતિ પરિમંડળ-૫,વાગળે એસ્ટેટ માના કોપરી,વાગળે એસ્ટેટ,વતૅક નગર,શ્રી નગર,કાપુર બાવળી,ચિતળસર અને કાસાર વડવલી પોલીસ સ્ટેશનોની છે. ૨૦૨૦ માં ઑગષ્ટ સુધી બે ખૂન, છ ખૂનના પ્રયત્નો,૨૫ ચેન સ્નેચિગ ચોરીના ગુના નોંધાયા છે.૨૦૨૧ માં તેમાં વધારો થઈ ખૂન ના ૬ ગુના, ખૂનનો પ્રયત્ન કરવાના ૧૬ ગુના,ચેન સ્નેચિગના ૨૫ ગુના નોંધાયા છે.લૈગિક અત્યાચાર ના પહેલા ૨૨ ગુના હતા તે આ વર્ષે ૨૭ થયા છે જ્યારે વિનયભંગ ના ૪૩ હતા તે આ વર્ષે ૭૨ થયા છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads