Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ડોમ્બિવલીની ૧૩ વર્ષની અપહરણ કરાયેલી બાળકીને તેના પરિવારને સોંપવામાં પોલીસને મળી સફળતા

એક તરફ, ભણેલા-ગણેલા લોકોના સુસંસ્કૃત શહેર ડોમ્બિવલીમાં ૩૩ પુરુષો દ્વારા ૧૪ વર્ષની બાળકી પર સામૂહિક અત્યાચારનો કેસ નોંધાયો છે, ત્યારે વિષ્ણુનગર પોલીસે પ્રશંસનીય કામગીરી કરી  અપહરણ કરાયેલી બાળકીને તેના માતા-પિતાને સોંપવામાં આવી છે જ્યારે પોલીસે આ બાળકીને ૨૧ વર્ષના બદમાસની ચુંગલમાંથી છોડાવી છે, જે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરી છેતરપિંડી કરી  ભગાડી ગયો હતો.  ડોમ્બિવલીના સામુહિક અત્યાચારનું પુનરાવર્તન થતું ટાળવામાં પોલીસને સફળતા મળી છે અને થાણે જિલ્લા શહેર પોલીસ કમિશનર જયજીત સિંહે અપહરણ કરેલી છોકરીને ખૂબ જ કુશળતા પૂર્વક છોડાવવા માટે વિષ્ણુનગર પોલીસની પ્રશંસા કરી હતી.


૨૧ વર્ષીય અક્ષય તુકારામ મહાડિક તરીકે પકડાયેલા આરોપીને કલ્યાણ અદાલતે વધુ પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.  સોમવાર, ૨૦ સપ્ટેમ્બરની સાંજે, વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં  કલમ ૩૬૩ અને ૩૫૪ હેઠળ જાતીય દુર્વ્યવહારથી બાળકોના રક્ષણની કલમ ૧૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.  સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પંઢરીનાથ ભાલેરાવે ૧૩ વર્ષની બાળકીને તેના માતા-પિતાની કસ્ટડીમાંથી ભાગી જવાની ફરીયાદ મળ્યા બાદ પોલીસ વિભાગમાં સહાયક પોલીસ કમિશનર, ડોમ્બિવલી ડિવિઝન, જય મોરે, વરીષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર પંઢરીનાથ ભાલેરાવના માર્ગદર્શન હેઠળ, સપોની ગણેશ વાડનેજ લોખંડે અને સચિન કાનુનેએ અપહરણકર્તાને શોધી કાઢયો છે.  છોકરી વિશે કોઈ માહિતી ન હોવાથી ગુપ્તચર પાસેથી મળેલી માહિતી મુજબ અક્ષય મહાડીકે  યુવતીને ભિવંડીમાંના એક ઘરમાં બંધ કરી હતી .  પોલીસે ભિવંડીના કાલ્હેર ગામમાં તેજસ્વિની આર્કેડ બિલ્ડિંગમાં અપહરણકર્તાના ફ્લેટમાં ફસાયેલી યુવતીની સાથે આરોપીની ધરપકડ કરી હતી.  હવે બાળકીને સુરક્ષિત રીતે તેના માતા -પિતાને સોંપવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આરોપી ૧૩ વર્ષની છોકરીને ઈન્સ્ટાગ્રામ પર મળ્યો હતો.  યુવતીની નજીક પહોંચ્યા બાદ આરોપીએ તેને લાલચ આપી હતી.  આરોપી અક્ષય મહાડિક ઉસ્માનાબાદ જિલ્લાના ભુમ તાલુકાના અંજનસોંડા ગામની મહાડીક વસાહતનો વતની છે.  સીસીટીવી સિસ્ટમ, કોમ્પ્યુટરમાં નિષ્ણાત હોવાથી તે સોશિયલ મીડિયામાં પણ નિપુણૅ છે.  તેથી જ તે ઈન્સ્ટાગ્રામ દ્વારા યુવતીની નજીક આવ્યો હતો, તેવુ વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર પંઢરીનાથ ભાલેરાવે જણાવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads