કલ્યાણ-ડોમ્બિવલી શહેરોમાં ગુનાઓનુ સ્વરૂપ ધ્યાનમાં લેતાં ઘરફોડી,ચોરી, મારામારી, મંગળસૂત્ર ચોરી,ટુ વિલર ચોરી તથા ઓનલાઈન છેતરપિંડી જેવા ગુનાઓ દરરોજ અહીંના પોલીસ સ્ટેશનોમાં નોંધણી થાય છે. વાહનો ચોરી અને ઑનલાઇન છેતરપિંડીના ગુનાઓ છોડતા દરરોજ બનતા ગુનાઓની ઘટનાઓ લૉક ડાઉન દરમિયાન ખૂબ પ્રમાણમાં ઘટી હતી. વાહન ચોરીનુ પ્રમાણ લૉક ડાઉનની માફક અનલૉકમાં પણ શરૂજ છે. કોરોનાનો પ્રાદુર્ભાવ ઘટતા શિથીલ કરેલા નિયમોને લીધે ઘરફોડી,ચોરી, મારામારી, છેતરપિંડી વિગેરે ઘટનાઓએ માજા મુકી છે.આ ગુનાઓ ઉકેલવામાં આવ્યા આરોપીઓ પકડાયા છતાં આવા ગુનાઓનો શિલસિલો શરૂજ રહ્યો છે.
કલ્યાણ પોલીસ પરિમંડળ-૩, પરિક્ષેત્રમા કુલ આઠ પોલીસ સ્ટેશન આવેલા છે કોરોનાને લીધે ૨૨ માર્ચ થી કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન ક્ષેત્રમાં લૉક ડાઉન શરૂ થયું માર્ચમાં શરૂ થયેલુ લૉક ડાઉન જુલાઈના પહેલા અઠવાડિયા સુધી શરુ હતુ મહાનગરપાલિકા ક્ષેત્રમાંના કોરોનાના વધી રહેલા પ્રાદુર્ભાવને ધ્યાનમાં લેતાં સપ્ટેમ્બર ૨૦૨૦મા શરૂ થયેલ અનલૉક-૪ માં ૪૪ કંટેન્મેન્ટ ઝૉનમા લૉક ડાઉન શરૂ રહ્યુ હતુ. શરુઆત માં લાગૂ કરાયેલા સંચારબંધી ને ધ્યાનમાં લેતાં તે સમયે પોલીસોનુ પેટ્રોલિંગ જોવા મળતુ ચૌક ચૌકમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તેથી અન્ય ઘટનાઓમા ઘટાડો થયો હતો ફક્ત સંચારબંધી નો ભંગ કરવાના ગુનાઓ નુ પ્રમાણ વધારે જોવા મળતુ. લૉક ડાઉનમાં નાગરિકો ઘરમાં જ રહેતા તેથી ઘરફોડી, ચોરી, મારામારી, મંગળસૂત્ર ચોરી આ ગુનાઓનુ પ્રમાણ કંટ્રોલમાં હતુ જ્યારે વાહનચોરીની ઘટનાઓ માત્ર શરૂ હતી માચૅથી ઑગષ્ટ ૨૦૨૦ આ છ મહિનામાં ૬૮ વાહનોચોરી થયા હતા તેમા ટુ વ્હીલર, રિક્ષા સહિત ફોર વ્હીલરોનો તેમાં સમાવેશ હતો આ ચોરીઓનો શિલસિલો હજુપણ શરૂ છે.આ વધતી જતી ગુનાખોરી ને લીધે પોલીસનો માથાનો દુખાવો વધી ચુક્યો છે.



