Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

પ્લેસમેન્ટ ના નામે લૂંટફાટ અને ખૂનકરી ફરાર થયેલા ખૂનીઓ પકડાયા, નોકરીના બહાને બોલાવી વારદાતને અંજામ આપ્યો.

નોકરી આપવાના નામે એક વ્યક્તિને બોલાવી લૂંટી લઈ બાદ તેનુ ખૂનકરી ફરાર થયેલા ત્રણ ખૂનીઓને ડોમ્બિવલીની માનપાડા પોલીસે પકડી પાડયા છે.


કલ્યાણ પોલીસ પરીમંડળ-૩ના પોલીસ ઉપાયુક્ત વિવેક પાનસરે એ આજે પત્રકાર પરિષદ યોજી ઉપરોક્ત માહિતી આપી.તેમને કહ્યું કે આ ૧૧ સપ્ટેમ્બરની ઘટના છે. આરોપી રિહાન બશીર શેખ, સાગર ચંન્દ્રમોલી પોન્નાલા, રિક્ષા ડ્રાઇવર સુમિત ચિંતામણ સોનાવણે,અને એક નાબાલીક યુવકે મળી મૃત્યુ પામેલા કૃષ્ણ મોહન તિવારીને નોકરી આપવાના બહાને બોલાવી પ્રથમ લૂંટી લીધો હતો ત્યારબાદ તેનુ ખૂન કરી તેના મૃતદેહને ટાટા પાવર હાઉસ ના નજીક એક માબૅલ દુકાનની પાસે ફેંકી દેવામાં આવ્યો હતો ત્યારબાદ આરોપીઓ નાસી ગયા હતા.

મૃત્યુ પામેલ કૃષ્ણ મોહન તિવારીસાઉદી અરબમાં ના કતાર સીટીમાં મેકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરતો હતો પરંતુ કોરોના ને લીધે તેની નોકરી ગુમાવી બેઠો હતો.તે નોકરી ની શોધમાં હતો તેનો ફાયદો ઉઠાવી રિહાન શેખ,સાગર ચંન્દ્રમોલી પોન્નાલા, રિક્ષા ડ્રાઇવર સુમિત ચિંતામણ સોનાવણે અને ના બાલીક યુવકે મળી તેને રાત્રે બોલાવીને તેને લૂંટી લીધો હતો અને ત્યારબાદ તેનુ ખૂન કરી તેના મૃતદેહને ફેકી દઈ ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બાદ  એસીપી જે.પી.મોરે ના આદેશ મુજબ માનપાડાના પી.આઇ. દાદાહિરે ચૌરેની ટમે તપાસ શરૂ કરી હતી તપાસમાં બાલાસાહેબ પવારને મૃતકની દિકરીએ કહ્યું કે રાત્રે ૧૦ વાગ્યા ના સુમારે ફોન આવ્યો હતો અને પપ્પા ઠાકુરલી જવાનુ કહેતા હતા પોલીસે આ મહિતીને આધારે આવેલા ફોનુ લોકેશન કાઢી તપાસ કરતાં ચાર આરોપી પૈકી ત્રણની અટક કરી હતી આ ત્રણેય આરોપીઓ કલ્યાણ ઈસ્ટ ના રહેવાશી હોઈ  દિવામા પ્લેસમેન્ટ ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું  આ બાબતે ડીસીપી પાનસરે એ જણાવ્યું કે આ આરોપીઓ એ નોકરી આપવાના બહાને બીજા કોઈ વારદાત કરીછે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads