થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન મારફત થાણેમાં ફેરીયાઓની સામે સતત કડક કાર્યવાહી શરૂ છે અને શહેરમાં વિવિધ સ્થળોએ માલ સામાન જપ્ત કર્યો છે. થાણે મ્યુનિસિપલ કમિશનર ડો. વિપિન શર્માના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી છે અને ચાલુજ રહેશે.
આ કાર્યવાહી અંતર્ગત દિવા વોર્ડ કમિટીમાં રિવરવુડ પાર્ક મેઇન ગેટ અને રોડ પરના અનધિકૃત ફેરીયા તેમજ ફૂટપાથ પરના અતિક્રમણ દૂર કરવામાં આવ્યા હતા.આ સમયે અનધિકૃત શેડ તોડવામાં આવ્યા હતા અને ૦૩ હાથગાડીઓ જપ્ત કરવામાં આવી હતી. માજીવાડા માનપાડા વોર્ડ કમિટીમાં બાલકુમ કાશેલી રોડ પરની હાથગાડીઓમાંથી ૧૭ હાથગાડી જપ્ત કરવામાં આવી હતી.
નૌપાડા કોપરી વોર્ડ કમિટીમાં આલોક હોટલ, ગાવદેવી તિન હાથ નાકા, રામમરૂતિ રોડ તલાવપાળી, સ્ટેશન પરિસર, જુની મહાનગરપાલિકા, સુભાષ પથ, જાંભલી નાકા, કોર્ટ નાકામાંથી હૉકર્સને દૂર કરવામાં આવ્યા હતા અને તેમનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. લોકમાન્ય-સાવરકર નગર વોર્ડ સમિતિના વર્તનગર નાકા, રામચંદ્ર નગર અને કાજુવાડી વિસ્તારોમાં હાથગાડી અને ફેરીયાઓને દૂર કરવામાં આવ્યા હતા.
શેલો વોર્ડ કમિટીમાં ફ્લાવર વેલી, સર્વિસ રોડ, નારલીપાડા, પાંચ પાખાડી ખાતે ફૂટપાથ પરથી ૦૩ ટેપ્રીસ દૂર કરીને માલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાગલે વોર્ડ કમિટીમાં કિસાન નગર ખાતે ફેરીયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને ૧૩ હાથગાડી, ૪ લાકડાના બાકડા, ૨ ટપરીઓ, ૦૧ વજન કાંટો,૦૧ સગડી જપ્ત કરવામાં આવી હતી.
અતિક્રમણ વિભાગના કર્મચારીઓ અને પોલીસની મદદથી અતિક્રમણ નિયંત્રણ અને અતિક્રમણ વિભાગના નાયબ કમિશ્નર અશ્વિની વાઘમાલેના માર્ગદર્શન હેઠળ મદદનીશ કમિશનર શંકર પટોલે, સંતોષ વાઝારકર, અલકા ખાયર, મહેશ આહેર અને વિજયકુમાર જાધવ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



