ઓ.બી.સી.આરક્ષણનુ સમથૅન અને ઠાકરે સરકાર સરકાર નો નિષેધ વ્યક્ત કરવા આજે કલ્યાણ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સવારે મામલતદાર કચેરીએ મોરચો લઈ જવામાં આવ્યો હતો.મોરચામા ડોમ્બિવલી ના આમદાર રવિન્દ્ર ચવ્હાણ,જેષ્ઠ નેતા જગન્નાથ પાટીલ, જીલ્લા અધ્યક્ષ શશીકાંત કાબળે, કલ્યાણ વેસ્ટના માજી આમદાર નરેન્દ્ર પવાર, પ્રેમનાથ મ્હાત્રે તથા ગુલાબરાવ કરુજલે સહિત મોટી સંખ્યામાં ભાજપા કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા. ભાજપા કચેરી ઓક બાગથી નિકળી મોરચો મામલતદાર કચેરીએ પહોંચી ઠાકરે સરકાર નો નિષેધ વ્યક્ત કરતા ઓ.બી.સી.ને આરક્ષણ મળવું જોઈએ એવી ઘોષણાઓ થી પરીસર ગુજી ઉઠ્યો હતો.
આ સમયે વરસતા વરસાદમાં રવિન્દ્ર ચવ્હાણ એ મોરચાને સંબોધી ઠાકરે સરકાર ના ઓબીસીને આરક્ષણ આપવાના રવૈયાની ઝાટકણી કાઢી હતી. અને આ બાબતે કલ્યાણ ના મામલતદાર ને એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓ.બી.સી.અનામતને સમથૅન આપતાં ઠાકરે સરકાર નો નિષેધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.





