થાણે મ્યુનિસિપલ એડિશનલ કમિશનરે બાળ મૃત્યુદર તપાસ સમિતિની સમીક્ષા કરી, બાળ મૃત્યુદર ઘટાડવા માટે ખાસ પ્રયાસો કરવા સૂચનાઓ આપી
થાણે મનપાના સ્વ.નરેન્દ્ર બલ્લાડ સભાગૃહ માં આયોજિત બાળ મૃત્યુદર તપાસ સમિતિની સમિક્ષા બેઠક માં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર સંદીપ માળવીએ સંબંધિત તબીબી અધિકારીઓને સૂચના આપી કે બાળ મૃત્યુદર ઘટાડવા માટે ખાસ પ્રયાસો કરવા.
બાળ મૃત્યુદર ઘટાડવા માટે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ હેઠળ રચાયેલી બાળ મૃત્યુ દર તપાસ સમિતિની સમીક્ષા બેઠક આજે એડિશનલ કમિશનર સંદીપ માળવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ સમયે મેડિકલ હેલ્થ ઓફિસર ડો. ભીમરાવ જાધવ, માતા અને બાળ સંભાળ અધિકારી ડો રાની શિંદે, ગાયનેકોલોજિસ્ટ ડો. ડો.સુનિતા ઉબાલે, બાળરોગ નિષ્ણાત શૈલજા પોતદાર, થાણે એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના ડો રામ ગુંદાલે, ગાયનેકોલોજિસ્ટ ડો સંજય કિનારાની સાથે મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ ખાનગી હોસ્પિટલોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં એપ્રિલ ૨૦૨૧ અને જુલાઈ ૨૦૨૧ વચ્ચે બાળ મૃત્યુદર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એપ્રિલ ૨૦૨૧ માં ૧, મે ૨૦૨૧ માં ૨, જૂન ૨૦૨૧ માં ૭ અને જુલાઈ ૨૦૨૧ માં ૬ બાળકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન તમામ બાળ મૃત્યુના તબીબી કારણો સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
કોરોના સંક્રમણ ઘટ્યું હોવા છતાં, ત્રીજી લહેરને ધ્યાનમાં લેતાં નાના બાળકોની સંભાળ રાખવી જરૂરી છે. મ્યુનિસિપલ એડિશનલ કમિશનર સંદીપ માળવીએ તમામ સંબંધિત તબીબી અધિકારીઓને નવીન યોજનાઓ અપનાવીને શહેરમાં બાળ મૃત્યુદર ઘટાડવા માટે ખાસ પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો હતો



