Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ ડોમ્બિવલીમા માસ્ક ન પહેરનારાઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવા કમિશનરનો આદેશ


કોવિડની સંભવિત ત્રીજી લહેરના ભયને ધ્યાનમાં રાખીને, ઘરની બહાર જાહેર સ્થળોએ ચાલતી વખતે કોવિડના નિયમોનું પાલન કરવું જરૂરી છે.  આમ હોવા છતાં, હાલમાં, ઘણા નાગરિકો માસ્ક પહેર્યા વગર જાહેર સ્થળોએ ચાલતા જોવા મળે છે.  તેથી, માસ્ક ન પહેરનારા નાગરિકો સામે શિક્ષાત્મક પગલાં લેવાનો નિર્દેશ મ્યુનિસિપલ કમિશનર ડો.વિજય સૂર્યવંશીએ ગઈ કાલની સમીક્ષા બેઠકમાં તમામ વોર્ડમાં ના સહા આયુક્તોને  કમિશનરે આપેલ.પોત પોતાના વોર્ડમાં વધુ તપાસ કરવા અને પોલીસ ટુકડીઓની મદદથી માસ્ક ન પહેરનારા નાગરિકો સામે પગલાં લેવાની સૂચનાઓ આપી હતી. તેમણે સંબંધિત નાયબ કમિશનરોને ફૂટપાથ પરના અતિક્રમણ દૂર કરવા, અને તેમની સામેની ઝુંબેશને વધુ તીવ્ર બનાવવા સૂચનાઓ આપી હતી. અનધિકૃત ફેરીયાઓ વિરોધમાં સતત કાયૅવાહી કરવી અને રસ્તા પર કચરો કે વેસ્ટ મટેરીયલ નાખનારાઓ ના વિરોધમાં કડક કાર્યવાહી કરવા માટે  વૉડૅ ઓફીસરોને આદેશ આપ્યો છે.

ડેવલપમેન્ટ પ્લાન મુજબ કુલ ૧૨૧૨ રિઝર્વેશન પ્લોટમાંથી,  કેડીએમસીના કબજામાંના ૫૧૩ રિઝર્વેશન પ્લોટનું નિરીક્ષણ કરવું જોઈએ અને તેમા થયેલા અતિક્રમણ દૂર કરવા જોઈએ અને એનજીઓની મદદથી આ અનામત પ્લોટ પર વૃક્ષો વાવવા જોઈએ,એવો નિર્દેશ મ્યુનિસિપલ કમિશનરે આ બેઠકમાં આપ્યો હતો.

નગરપાલિકા વિસ્તારમાં ચાલીઓમાં અને ઝુંપડપટ્ટી જેવા વિસ્તારોના નાગરિકો મોટી સંખ્યામાં જાહેર શૌચાલયોનો ઉપયોગ કરે છે. આ નાગરિકોની સગવડ માટે, તમામ જાહેર શૌચાલયોનું સમારકામ પ્રાથમિક ધોરણે થવું જોઈએ એવુ વિજય સૂર્યવંશીએ સભાને સંબોધી કહ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads