વર્ષ ૨૦૨૧-૨૨ માટે થાણે જિલ્લા માટે રૂ.૪૬,૩૦૦ કરોડની વાર્ષિક ધિરાણ યોજના મંજૂર કરવામાં આવી છે. આમાંથી રૂ.૧૮,૮૦૦ કરોડ અગ્રતા ક્ષેત્ર માટે અને ૨૦૦ કરોડ પાક લોન માટે આપવામાં આવ્યા છે. બિન-અગ્રતા ક્ષેત્રને ૨૭,૫૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તમામ બેન્કો, સંયોજકો અને સરકારી વિભાગોના વડાઓએ આ વાર્ષિક ધિરાણ યોજનાના અસરકારક અમલીકરણમાં સક્રિયપણે સામેલ થવું જોઈએ. બેંકોએ સમયસર કૃષિ અને અન્ય વિકાસ યોજનાઓ માટે ધિરાણ આપવું જોઈએ, એવી જિલ્લા કલેકટર રાજેશ નાર્વેકરે આજે અહીં અપીલ કરી હતી. ધારાસભ્ય સંજય કેલકર અને અન્ય મહાનુભાવો દ્વારા વાર્ષિક ધિરાણ યોજના પ્રકાશિત કરવામાં આવી હતી.
કલેકટર કચેરીના કમિટી હોલમાં જિલ્લા અગ્રણી બેંકની બેઠક કલેકટરશ્રી નાર્વેકરની અધ્યક્ષતા હેઠળ મળી હતી. તેમાં ધારાસભ્ય સંજય કેલકર, જિલ્લા આયોજન અધિકારી અમોલ ખંડારે, અગ્રણી જિલ્લા વ્યવસ્થાપક જે.એન.ભારતી, જિલ્લા અધિક્ષક કૃષિ અધિકારી અંકુશ માને, વિવિધ બેન્કો અને કોર્પોરેશનના પ્રતિનિધિઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય કેલકરે કહ્યું કે બેંકોએ સમાજના વંચિત વર્ગને સમયસર ધિરાણ આપવાની જરૂર છે જેથી તેઓ ધિરાણ યોજનાઓનો લાભ મેળવી શકે. સરકારી યોજનાઓનો લાભ લેતી વખતે બેન્કો અને વિવિધ સરકારી એજન્સીઓ તેમજ કોર્પોરેશનો વચ્ચે સંકલન જરૂરી છે એવુ કેલકરે કહ્યું.
વર્ષ ૨૦૨૧-૨૨ માટે થાણે જિલ્લા માટે ૪૬,૩૦૦ કરોડ રૂપિયાની ક્રેડિટ યોજના આજે પ્રકાશિત કરવામાં આવી હતી. તેમાં ૧૮,૮૦૦ કરોડ રૂપિયા પ્રાથમિક ક્ષેત્રને અને ૨૭,૫૦૦ કરોડ રૂપિયા બિન-પ્રાથમિક ક્ષેત્રને આપવામાં આવ્યા છે. પ્રાથમિક ક્ષેત્રની ધિરાણ માટે ૨૦૦ કરોડ, કૃષિ રોકાણ લોન માટે રૂ.૬૦૦ કરોડ, મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે રૂ.૧૪,૭૦૦ કરોડ અને અન્ય અગ્રતા ક્ષેત્રો માટે રૂ.૩૩૦૦ કરોડ ફાળવાયા હોવાનું નાર્વેકરે કહ્યું. તેમણે બેન્કોને સમયસર લોન આપવાના પ્રયાસો કરવા અપીલ કરી હતી.
આ સમયે કોર્પોરેશનો દ્વારા આપવામાં આવેલી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરે વિવિધ સરકારી યોજનાઓ માટે બેંકો દ્વારા આપવામાં આવતી ધિરાણની પણ સમીક્ષા કરી હતી.



