Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સના રિલાયન્સ જીઓ પાસેથી રૂ.૧૧ કરોડ વસુલ્યા


કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલ ૨૦૨૧ થી ઑગસ્ટ ૨૦૨૧ આ મહિનામાં જે નાગરિકોએ પ્રોપર્ટી ટેક્સ ની રકમ એક સાથે ભરનારાઓને ટેક્સની રકમમા ૫ ટકા છૂટ  આપવાના અભિયાનને કરદાતાઓએ ખુબજ સારો પ્રતિસાદ આપ્યો છે અને આ સમયગાળા દરમિયાનમાં રૂ.૧૬૦.૬૪ કરોડનુ ભરણુ મહાપાલીકાની તિજોરીમાં કર્યું છે. જે ગયા વર્ષે આજ સમયગાળા દરમ્યાન રૂ.૧૧૦.૨૨ કરોડની રકમ સંચિત કરવામાં આવી હતી. 

મ્યુનિસિપલ કોર્પોરેશન અને  પ્રોપર્ટી ટેક્સ કલેક્શન અને સંકલન વિભાગે સંપત્તિ કર વસુલાત ચાલુ રાખી છે, અને રિલાયન્સ જીઓના મોબાઈલ ટાવર ના નવા ટેક્સ દર દ્વારા નક્કી કરાયેલ પ્રોપર્ટી ટેક્સની રકમ રૂ.૧૧ કરોડ મનપામા ભરણુ કરતા રિલાયન્સ જીઓ ના મેનેજર એ કડોમપા કમિશનરની મુલાકાત લીધી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશના સબ-કમિશનર (કર) વિનય કુલકર્ણી ઉપરાંત, કમિશનરએ ખાતરી આપી કે ટાવર પરવાનગીના તમામ સંબંધિત સભ્યો અને મોબાઇલ ટાવરની અન્ય સમસ્યાઓની બેઠક આવતે અઠવાડિયે લેવામાં આવશે અને તેનો ઉકેલ લવાશે. મહાપાલિકાના સર્વે કરદાતાઓને અપીલ કરવામાં આવે છે, કે તમારી પ્રોપર્ટી નો ટેક્સનુ સમયસર ભરણુ કરી મ્યુનિસિપલ કોર્પોરેશને સહકાર આપી આપના ઉપર થનારી કારવાઈને ટાળે એવુ કમિશનર એ જણાવ્યું.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads