આ ઘટના કલ્યાણ પશ્ચિમના અહિલ્યાબાઈ ચોકમાં બની છે. જ્યાં બે યુવકોએ એક યુવાનને દારૂ ન આપવાના ગુસ્સામાં માર માર્યો હતો. યુવાનનું ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું હતું. બજાર પેઠ પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓના નામ સુનિલ ચૌધરી અને લુટો મલ્હાર છે. બંન્ને આરોપીઓને પાંચ દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે
મળેલી માહિતી મુજબ અજય રાવત કલ્યાણ પશ્ચિમમાં અહિલ્યાબાઈ ચોકમાં જઈ રહ્યો હતો, ત્યારે તેને સુનીલ ચૌધરી અને લુટો મલ્હાર દ્વારા રોકવામાં આવ્યો અને બંન્નેએ અજય પાસે દારૂની માંગણી કરી હતી. અજયે દારૂ આપવાની ના પાડી દેતા ગુસ્સે ભરાયેલા સુનીલ અને લુટોએ અજયને લાત મારી હતી અને તેને તીક્ષ્ણ હથીયાર વડે વાર કર્યો હતો. આ હુમલામાં અજય ગંભીર રીતે ઘાયલ થયો હતો. અજયને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમ્યાન તેનુ મોત નીપજ્યું હતું. આ મામલે બજાર પેઠ પોલીસે ખૂનનો ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. અહેવાલો અનુસાર, પોલીસે આરોપીઓની શોધખોળ માટે બાંધકામ સ્થળે છટકું ગોઠવીને આરોપી સુનીલ ચૌધરી અને લુટુ મલ્હારની માત્ર ૪૮ કલાકમાં ધરપકડ કરી હતી. નાયબ પોલીસ કમિશનર વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે, બંન્ને આરોપીઓને કલ્યાણ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને પાંચ દિવસની પોલીસ કસ્ટડી મળી છે.
નાયબ પોલીસ કમિશનર વિવેક પાનસરે, સહાયક પોલીસ કમિશનર અનિલ પોવાર અને વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર યશવંત ચવ્હાણના માર્ગદર્શન હેઠળ રાજેન્દ્ર આહિરે, સપોની સનપ, ઘોલપ, ગિરીશ પવાર, બાવીસ્કર, બાગુલ, ક્રાઈમ ડિસ્ક્લોઝર સ્કવોડના અધિકારીઓએ ગુનો દાખલ કર્યાના ૧૨ કલાકની અંદર ઉકેલ કરવા માટે અથાક મહેનત કરી કુશળ કામ કર્યું છે. આ ગુનાની વધુ તપાસ રાજેન્દ્ર આહિરે કરી રહ્યા છે.



