Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ભિવંડીમા ખાડાને લીધે મૃત્યુ થયુ તો ઠેકેદાર ઉપર કાર્યવાહી કરાશે


ખાડાઓને કારણે હવે પછી એક પણ વ્યક્તિનુ મૃત્યુ થશે તો તેની તપાસ કરી સંબંધિત ઠેકેદાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવો સ્પષ્ટ સંકેત ભિવંડીના પોલીસ ઉપાયુક્ત યોગેશ ચવ્હાણ એ ભિવંડી ખાતે મળેલી એક બેઠકમાં આપ્યો. ભિવંડીમા થનારા ટ્રાફીક જામની સમસ્યા બાબતે માહિતી મેળવતા બેઠકમાં તેઓએ ઉપરોક્ત ચેતવણી આપી હતી.

ભિવંડી પૂર્વ વિભાગના સહા.પોલીસ આયુક્ત ની કચેરીમા ગઈકાલે મળેલી બેઠકમાં શહેરમાં થનારા ટ્રાફીક જામ સંદર્ભ ચર્ચા થઈ હતી આ સમયે મામલતદાર, જીલ્લા પરિષદના સદસ્ય, નજીકના ગામોના સરપંચો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ચવ્હાણ એ કહ્યું કે કેશવી થી અંજૂરફાટા, ભિવંડી અને માનકોલી થી ખારબાબ આ રસ્તાઓ પર મોટા પ્રમાણમાં ખાડાઓ પડેલા છે.આ ખાડાઓ ને લીધે સામાન્ય તેમજ ગંભીર પ્રકારના અકસ્માતો થાય છે.

ખરાબ રસ્તાઓને લીધે નિર્દોષ નાગરિકો ને જીવન ગુમાવવુ પડે છે તેમાં આ રસ્તાઓપર વારંવાર ટ્રાફીક જામ થઇ કલ્લાકો સુધી નાગરિકોને રસ્તાઓ પર થોભવું પડે છે તેથી રાજ્કીય પક્ષોના સંગઠનો રસ્તાઓના સમારકામો માટે  આંદોલનો પણ કરે છે.

આજ બેઠકમાં કેટલાક લોકપ્રતિનિધિઓએ સંબંધિત ઠેકેદારો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી તેથી હવેપછી રસ્તાપરના ખાડાઓ ને લીધે એકાદા વ્યક્તિનુ મૃત્યુ થયાનુ જાણવામાં આવશેતો તેની તપાસ કરી સંબંધિત પર ગુનાઓ દાખલ કરવામાં આવશે અને કાયદા મુજબ કાયૅવાહી કરવામાં આવશે એવી ચેતવણી ચવ્હાણ એ આપી.

આ સમયે કેટલાક નાગરીકો એ રસ્તાપરના સમારકામ કરવા તથા ટોલ વસુલી બંધ કરવાની સુચનાઓ કરી હતી. આ બાબતે સરકાર સાથે પત્રવ્યવહાર કરી પાલક પ્રધાન સાથે ચર્ચા કરવાની ખાત્રી ચવ્હાણ એ આ બેઠકમાં ઉપસ્થિતોને આપી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads