Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

થાણામાં મનસેએ ભર્યું ૫૦૦ ખાડાઓનુ પ્રદર્શન


ચોમાસા દરમ્યાન દરવર્ષે ખાડાઓ નો પ્રશ્ર્ન ચકડોળે ચઢી ઉછળે છે ઘોડબંદર પરિસરમાં તેમજ પુલપરના ખાડાઓને લીધે અનેકોના મૃત્યુ થયા છે થોડાક દિવસ પહેલા ઘોડબંદર ખાતેના રોડપર ખાડાને કારણે મોટરસાયકલ સ્વારનુ આકસ્મિક મૃત્યુ થયુ મહાનગરપાલિકાના હલકી ગુણવત્તાવાળા કામોનો નિષેધ અને ખાડાઓને લીધે થતા અકસ્માતોમા મૃત્યુ પામેલા યુવકોને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ૫૦૦ ખાડાનુ પ્રદર્શન યોજીને ગઈ કાલે એક નોખા પ્રકારની શ્રધ્ધાંજલી આપી હતી.

થાણા શહેરના ઘોડબંદર રોડ,વાગળે એસ્ટેટ,વતૅક નગર,માજીવાડા,બાળકુમ,કોપરી પરિસરમાં રસ્તાની એકદમ ખરાબ હાલત થઈ છે. દર વર્ષે થાણા મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ટેન્ડર બહાર પાડી ઠેકેદારો ને ઠેકા આપવા છતાં રસ્તાની હાલત ખરાબ હોય છે. થાણાના મોટાભાગના મુખ્ય રસ્તા તેમજ એમ.એમ.આર.ડી.એ. બાંધેલા ઉડાણપુલોપર મોટા પ્રમાણમાં ખાડાઓ પડેલા છે તેથી નાગરિકોને ટ્રાફીક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે.ખાસતો પાલક પ્રધાન, કમિશનર અને મેયરના નિવાસ પરિસરમાં પણ રસ્તાઓની હાલત ખરાબ છે પ્રશાસન અને લોક પ્રતિનિધિઓના ઘરોની સામે રસ્તાઓની હાલત ખરાબ હોવા છતાં કોઈ ઉપાયો કરવામાં આવતા નથી આ થાણા વાસીયોનુ દૂરભાગ્ય છે મુંબઈ હાઈકોર્ટે આપેલા આદેશ મુજબ રસ્તાના સમારકામો માટે પેવ્હર બ્લોકનો ઉપયોગ કરી શકતો નથી પરંતુ આજે પણ મહામાગૅના રસ્તાના કેટલાક રસ્તા પરના ખાડાઓ પુરવા તેનો બિન્દાસ ઉપયોગ કરવામાં આવે છે.મનસે તરફથી થાણામાં અનેક સ્થળે પડેલા ખાડાઓનુ પ્રદર્શન ગઈકાલે આટૅ ગૅલેરીમા ભરાયુ હતુ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads