બનાવટી નોટો બનાવી તેને ચલણમાં લાવવાના ઈરાદે કાયૅરત રહેલી ટોળકીને પકડવામાં ભિવંડીના શાન્તિ નગર પોલીસ ને સફળતા મળી છે.અને આ ટોળકી પાસેથી ૫૦૦ અને ૧૦૦ રૂપિયા દરની બે લાખ ૧૯ હજાર ૫૦૦ રૂપિયાની બનાવટી નોટો અને નોટોને છાપવામાં ઉપયોગમાં લેવામાં આવતા કાગળ,પ્રીન્ટર સહિત યંત્ર સામાન જપ્ત કરવામાં આવેલ છે આ આરોપીમા એક કૉમ્પ્યુટર સાયંન્સ નો પદવીધારક છે.
શાન્તિ નગર પોલીસ સ્ટેશનમાંના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિન્દ્ર પાટીલએ સાંઈ બાબા મંદિર કલ્યાણ રોડ આ પરિસરમાં એક વ્યક્તિ બનાવટી નોટો આપવા માટે આવવાનો છે તેવી ખાતરી આપતી માહિતી મળી હતી તેથી વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર શીતલ રાઉતની આગેવાની હેઠળ છટકુ ગોઠવી અહમદ નાજમ નાશિકકર (૩૨) ને કબજામાં લીધો ત્યારે તેની પાસેથી એક લાખની ૫૦૦ રૂપિયાની બનાવટી નોટો મળી આવી હતી તેને ખાખી વર્દી નો ધાક બતાવતા તેણે વટાણા વેરી કાઢ્યા હતા.તેણે આપેલ માહિતી મુજબ તેનો સાથીદાર મોહમ્મદ શફીક અશ્ફોક અહમદ અંન્સારી(૩૫) અને ચેતન એકનાથ મિસ્ત્રી (૪૧) ની ધરપકડ કરી હતી ગઈ કાલે તેમને ન્યાયાલયમાં હાજર કરતા તેઓને ૨૮ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો હુકમ આપ્યો છે.



