Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ગેરકાયદે વસુલી થાણા મનપા પટાવાડાને પડી ભારે : પોલીસમાં ગુનો દાખલ : મેયરનો આદેશ


ગયા મહિનામાં મળેલી મહાસભામાં ફેરીયાઓ પાસેથી વસુલ કરાતા તાબા પાવતી પરથી મેયર પ્રશાસન ઉપર બુમાબુમ કરી હોવા છતાં સોમવારે ગેરકાયદેસર તાબા ફેરીયાઓ પાસેથી ગેરકાયદેસર તાબા પાવતીના પૈસા લેનારા કર્મચારીનો વિડીયો વાયરલ થતાં મંગળવારે તેને સસ્પેન્ડ કરાયો હતો અને તેના વિરોધમાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યાની માહિતી પાલીકાએ આપી છે..

ફેરીયાઓનો વિષય પાછલી મહિનાથી થાણામાં ખૂબજ ગાજી રહ્યો છે ગત મહાસભામાં ખૂદ મેયર નરેશ મ્હસ્કે એ ફેરીયાઓ પાસેથી વસુલ કરાતા તાબા પાવતીના નામે મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો દાવો કરી તેના પુરાવા પણ આપ્યા હતા. તે પ્રમાણે કારવાઇનો આદેશ પણ તેમણે આપ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ પ્રશાસન તરફથી સંબંધિત ઠેકેદારના મારફત ગેરકાયદેસર તાબા પાવતીની વસુલી શરુ હોવાની માહિતી સામે આવી છે. તેથી મહાપાલિકા ફરીથી આરોપીના પિંજરામાં ઉભી છે. આ પ્રકરણની ગંભીર નોંધ લઇ મંગળવારે મેયર એ બેઠક લઇ સંબંધીત પટાવાળાના વિરોધમાં ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો છે તે પ્રમાણે પ્રશાસનએ તેને સસ્પેન્ડ કરેલ છે અને પોલીસ સ્ટેશનમાં તેના વિરોધમાં ગુનો દાખલ ર્ક્યો છે એવું એડિશનલ કમિશનર સંદિપ માવળીએ કહ્યું છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads