Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

શિવસેનાને મળશે ફાયદો : ત્રણ સદસ્ય પ્રભાગ પદ્ધતિ : ભાજપ, કોંગ્રેસને નુકશાન થવાની શક્યતા

થાણા મહનગરપાલિકાની ચૂંટણી ફરી ત્રણ સદસ્ય પ્રભાગ પદ્ધતીથી લેવામાં આવવાની છે તેથી કેટલાક આનંદમાં જયારે કેટલાક પક્ષોમાં નારાજગીનું વાતાવરણ છવાયું છે આવું હોવા છતાં આ નવી પ્રભાગ રચનાને લઇ પાલિકામાં નગરસેવકોની સંખ્યા વધવાની ન હોય તો પણ પ્રભાગોની સંખ્યા આ ૪૪ થવાની છે તેથી અગાઉના પ્રભાગોમાં ૧૧ પ્રભાગ વધવાના છે પરંતુ પ્રભાગ રચના કેવી રીતે થવાની છે. તેના પરથી હવે અનેકોના અસ્થિત્વ જોખમમાં છે.

રાજ્ય સરકારએ મુંબઇને છોડતાં અન્ય મનપાઓમાંની ચૂંટણીઓમાં ત્રણની પેનલથી ચૂંટણી લડવાનું જાહેર ર્ક્યું છે. તે પ્રમાણે થાણા મનપાની ચૂંટણી માટે છ મહિનાનો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે અત્યારથી જ અનેકોની આશાઓ જાગી છે.  પહેલા પણ પેનલ પદ્ધતિથી ફાયદો આ સત્તાધારી શિવસેનાને થયો હતો. તેથી આ ચૂંટણીમાં પણ શિવસેનાને જ ફાયદો થશે એવી શક્યતાઓ વર્તાવવામાં આવી રહી છે જ્યારે કોંગ્રેસને સૌથી વધુ ફટકો બેસસે એવું જણાય છે. જ્યારે ભાજપને તેનો ખાસ કોઇ ફાયદો થશે તેવું ચિત્ર હાલતો જણાતું નથી તેમાં મનસેની સ્થિતિ પાછલી ચૂંટણીઓની માફક રહેશે એવી શક્યતા નકારાતી નથી.

આ ચૂંટણીમાં ૨૦૧૧ની લોકસંખ્યાને ધ્યાનમાં લીધી છે તેથી નગરસેવકોની સંખ્યા વધવાની નથી તે ૧૩૧ એટલી જ રહેવાની છે. પરંતુ ત્રણ પ્રભાગ પ્રમાણે હાલના ૩૩ પ્રભાગની જગ્યાએ ૪૪ પ્રભાગ થવાના છે. તેમાં પણ પ્રભાગ રચના આ જોડ પદ્ધતિથી થઇ તો પાછલી ચૂંટણી પ્રમાણે દિવામાં બેની એક પેનલ રહી અન્ય ઠેકાણે ત્રણની રહેશે પરંતુ રિંગ પદ્ધતિથી પ્રભાગ રચના થશે તો નૌપાડામાંનો એક પ્રભાગ આ બેનો થવાનો છે. થાણા મહાપાલિકાની ૨૦૦૨માં ત્રણ સદસ્ય પ્રભાગ પદ્ધતિથી ચૂંટણીઓ થઇ હતી. તે સમયે ૨૦૦૧ની જનગણના પ્રમાણે પાલીકા ક્ષેત્રની લોક સંખ્યા ૧૨ લાખ જેટલી હતી.૩૦ થી ૩૫ હજાર લોકસંખ્યા પ્રમાણે ૩૮ પ્રભાગની રચના કરી હતી તે સમયે નગરસેવકોની સંખ્યા ૧૧૬ જેટલી હતી.૨૦૧૧ની જનગણના પ્રમાણે પાલીકાની લોકસંખ્યા ૧૮ લાખ જેટલી હતી આ લોકસંખ્યા પ્રમાણે ૨૦૧૨ અને ૨૦૧૭માં ચૂંટણીઓ થઇ ૨૦૧૭માં ચાર સદસ્ય પ્રભાગ પદ્ધતિથી ચૂંટણીઓ થઇ હતી. ૫૦ થી ૬૦ હજારનો એક પ્રભાગ આવી રચના તે સમયે કરી હતી. તે પ્રમાણે ૩૩ પ્રભાગ તૈયાર કરી નગરસેવકોની સંખ્યા ૧૩૧ જેટલી થઇ હતી. કોરોનાને લીધે જનગણના થયેલી નથી તેથી ૨૦૨૨ની પાલીકા ચૂંટણીઓ માટે ૨૦૧૧ની જ જનગણના પ્રમાણે પ્રભાગ રચના કરવામાં આવવાની છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads