Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

થાણામાં દોડશે ઇલેકટ્રીક બસ : ટીએમટી ખરીદશે ૨૨ બસો

photo from google.com

થાણા પરિવહન સેવાના તાફામાં હવે ફરી ઇલેકટ્રીક બસો ખરીદી કરવાની હલ ચલ શરુ થઇ છે. તે પ્રમાણે ૨૨ બસો લેવા માટે ૩૮ કરોડનો ફંડ કેન્દ્ર પાસેથી મહાપાલિકાને પ્રાપ્ત થયો છે તે પ્રમાણે ક્યા સ્વરુપની બસો લેવી ૯મીટર અને ૧૨ મિટરની કેટલી લેવી, આ સંદર્ભે મહાપાલિકા આયુક્તની ઉપસ્થિતિમાં બેઠક થવાની છે. પછી મહાપાલિકાની ચૂંટણી પહેલાં આ બસનો માર્ગ ખૂલ્લો થવાનો છે.

કેન્દ્ર સરકાર તરફથી ૧૫મા વિત આયોગની જોગવાઇ પ્રમાણે પર્યાવરણનું સમતોલ રાખવા મહાપાલિકા અને નગરપાલીકાઓને વિવિધ યોજના કરવા માટે કરોડો રુપિયાનો ફંડ આપવામાં આવે છે. આ ફંડમાંથી જે મહાપાલિકા અને નગરપાલીકાની સંખ્યા ૧૦ લાખ કરતાં વધુ છે એવા શહેરોમાં પ્રદુષણ ઘટાડવા માટે તે શહેરોમાં ઇલેકટ્રીક બસો ચલાવી હવાની ગુણવત્તા સુધારવા મદદ કરવી આ હેતુથી તેમને ફંડ ઉપલબ્ધ કરી આપવાની જોગવાઇ કરવામાં આવી છે. તે પ્રમાણે પાલીકાને ૨૨ બસો લેવા માટે ૩૮ કરોડનો ફંડ પ્રાપ્ત થયો છે. આ બેઠકમાં સરકારની ગાઇડ લઇન્સ પ્રમાણે બસ ખરીદી કરવાની કે ટીએમટીને પોતાની ખરીદી કરવાની કે અને કઇ બસો ખરીદી કરવાની બાબતે ચર્ચા થવાની છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads