Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

પાલક મંત્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય રાજ્યમંત્રી કપિલ પાટીલે ઝેડપીનો આદર્શ શિક્ષણ પુરસ્કાર વિતરણ કર્યો.



પાલક મંત્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય રાજ્યમંત્રી કપિલ પાટીલે ઝેડપીનો આદર્શ શિક્ષણ પુરસ્કાર વિતરણ કર્યો.

સંસ્કારી યુવા પેઢીનુ ઘડતર કરવા શિક્ષકો સમય અનુરૂપ શિક્ષણ આપે : એકનાથ શિંદે

સંસ્કારી યુવા પેઢીનુ ઘડતર કરી શિક્ષકોએ સમાજને આગળ લાવવાની જવાબદારી નિભાવવી જોઈએ.અને  તેમાંથી સારા સમાજની રચના થવી જોઈએ. જિલ્લાના શિક્ષકોની સમસ્યાઓને પ્રાથમિકતા સાથે હલ કરવામાં આવશે, એવું શહેરી વિકાસ મંત્રી અને થાણે જિલ્લાના પાલક મંત્રી એકનાથ શિંદેએ આજે ​​અહીં ખાત્રી આપતાં કહ્યું, દરમ્યાન, કેન્દ્રીય પંચાયત રાજય મંત્રી કપિલ પાટીલે શિક્ષકોને અપીલ કરી છે કે તેઓ સતત બદલાતી શિક્ષણ પદ્ધતિ અપનાવીને વિદ્યાર્થીઓની પ્રગતી માટે કામ કરે.



અહીંના મો.હ.શાળાના હોલમાં જિલ્લા આદર્શ શિક્ષક પુરસ્કાર વિતરણ સમારોહનુ આયોજન થયું હતું.  તે સમયે તેઓ બોલી રહ્યા હતા.  આ પ્રસંગે કેન્દ્રીય પંચાયત રાજ્ય મંત્રી કપિલ પાટીલ, જિલ્લા પરિષદનાં પ્રમુખ શ્રીમતી પુષ્પા પાટીલ, મુખ્ય કાર્યકારી અધિકારી ડો.ભાઉ સાહેબ દાગડે, જિલ્લા પરિષદના  ઉપપ્રમુખ અને નાણાં તેમજ શિક્ષણ સમિતિના સભાપતિ સુભાષ પવાર, મહિલા અને બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષા શ્રીમતી શ્રેયા શ્રીકાંત ગાયકર, કૃષિ વિભાગના અધ્યક્ષ સંજય નિમસે, શિક્ષણ સમિતિના સભ્ય સુષ્મા લોન, જિ.પં.સભ્યો, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં શિંદેએ કહ્યું કે જેઓ સારું કામ કરે છે તેમની પ્રશંસા કરવાનું કામ પુરસ્કારો મારફત થાય છે.  શિક્ષકોનું આપણા જીવનમાં ખૂબજ મહત્વ છે અને વિદ્યાર્થીઓ પોતાના માતાપિતા સાથે શિક્ષકો દ્વારા ઉછેર થાય છે.  સારા શિક્ષકોને લીધે  જીવન સારું બને છે.  મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીથી લઈને રાજ્યના શહેરી વિકાસ મંત્રી સુધીની સફર શિક્ષકોના કારણે થઈ હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે તેઓનુ રુણ ચૂકવી શકતા નથી એવુ શિંદેએ આ પ્રસંગે કહ્યું.

આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં એક શિક્ષકની શાળાઓ છે અને તેમાં જ્ઞાન આપવાના કાયૅ શરુ છે જિલ્લામાં શિક્ષકોની સમસ્યાનું નિરાકરણ જિલ્લા પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યું છે  એવુ શિંદેએ કહ્યું.  "શિક્ષણ ક્રાંતિનું સાધન છે અને શિક્ષકોએ વધુ સારા સમાજની રચના કરવા માટે સતત પ્રયત્નો કરવા જોઈએ."  તેમણે કોરોના સમયગાળા દરમિયાન જિલ્લામાં શિક્ષકો દ્વારા કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરીણ

કેન્દ્રીય રાજ્ય મંત્રી કપિલ પાટીલે કહ્યું કે, "પુસ્તકીયા જ્ઞાનની સાથે વ્યવહારું જ્ઞાન શીખવવાની જરૂર  છે."  સમય સાથે બદલાતી રહેલી શિક્ષણ પદ્ધતિને અપનાવીને વિદ્યાર્થીઓના વિકાસ માટે કામ કરવું જોઈએ.  વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાર્થી જ નહીં પણ માહિતી શોધનારા પણ બનાવો,એવી અપીલ  પાટીલે આ સમયે કરી

કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી.  પાટીલે કહ્યું કે શિક્ષકોમાંનો આદર્શ વિદ્યાર્થીઓમાં આવવા દો.  આ જ પ્રતિબિંબ વિદ્યાર્થીઓમાં જોવા જોઈએ.  તેમણે શિક્ષકોને અપીલ કરી કે દરેક વિદ્યાર્થીની સંભાવનાઓને ઓળખીને એક એવો વિદ્યાર્થી બનાવો જે દેશને સમૃદ્ધ બનાવે એવુ  પાટીલે કહ્યુ.  દેશના દરેક તાલુકામાં તેને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવશે અને થાણે જિલ્લાની ગ્રામ પંચાયતો માટેનું ભંડોળ ઘટશે નહીં, એવી તેમણે ખાત્રી આપી હતી.

શિક્ષકો બાળકોના મનને આકાર આપવાનું કામ કરે છે.  જિલ્લા પરિષદના શિક્ષકોએ સારી કામગીરી બજાવી છે જેથી કોરોના સમયગાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે માટે પ્રયત્નો કર્યા છે એવુ જીલ્લા પરિષદના  પ્રમુખ પુષ્પા પાટીલે આ પ્રસંગે જણાવ્યું.  વધુમાં તેમણે કહ્યું કે ગુરુપૂર્ણિમાના દિવસે ઝેડપીના ૫૩૫ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.

ઝેડપીના ઉપાધ્યક્ષ સુભાષ પવારે માંગ કરી હતી કે ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ હવે શરૂ કરવી જોઈએ.

કોરોનાને કારણે શાળા બંધ હોવા છતાં, શિક્ષણ આપવાનું કામ અવિરતપણે ચાલી રહ્યું છે એવુ દંગડેએ પોતાના પ્રારંભિક પ્રવચનમાં જણાવ્યું હતું.  કોરોના સમયગાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે માટે શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં આવેલ સ્વાધ્યાય કાર્યક્રમ સફળ રહ્યો હતો એવું  દંગડે કહ્યું.  તેમણે કહ્યું કે શિક્ષણ ઉપરાંત શિક્ષકોએ પણ કોરોના રસીકરણ અભિયાન અને કોરોના જાગૃતિ અભિયાનમાં ઘણું યોગદાન આપ્યું છે.  તેમણે કહ્યું કે શિક્ષકોના પગારની સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવા માટે બેંકો અને કોમ્પ્યુટર સિસ્ટમ્સ વિકસાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહાત્મા જોતિબા ફુલે, સાવિત્રીબાઈ ફુલે, ડો.  સર્વપલ્લી રાધાકૃષ્ણનની છબીઓનું પૂજન કરવામાં આવ્યું હતું.  જીલ્લા પરિષદ પ્રાથમિક વિભાગના શિક્ષણાધિકારી સંતોષ ભોસલેએ આભાર માન્યો હતો.

આ પ્રસંગે જીલ્લા ના આદર્શ શિક્ષકો ને પુરસ્કારો આપી ગૌરવ કરવામાં આવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads