Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણમાં કોરોના નિયમોની ધજીયા ઉડાવતુ ડી-માટૅ

કલ્યાણમાં કોરોના નિયમોની ધજીયા ઉડાવતુ ડી-માટૅ : કેડીએમસી વહીવટીતંત્ર અને સ્થાનિક પોલીસ કુંભકર્ણ નિંદ્રામાં, હજારો લોકો ભેગા થયા, કોરોનાની ત્રીજી લહેરનો ડર ?


કોરોના નિયમોના નિયંત્રણોની ઐસી તૈસી કરીને કલ્યાણ પશ્ચિમના બૈલ બજાર સ્થિત ડી-માર્ટ પર હજારો લોકો ભેગા થયા હતા.  લોકોની ભીડ જોઈને ચોંકી ગયા હતા અને સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, શું કોરોના મહામારી કલ્યાણમાં સમાપ્ત થઈ ગઈ છે.  રવિવારે રજા હોવાથી ડી-માર્ટમાં ભારે ભીડ હતી.  ડી-માર્ટની બહાર પાર્કિંગ ઝોન ન હોવા છતાં અહીં ૨૦૦ જેટલા વાહનો પાર્ક કરાયા હતા.  મેઈન રોડની સાઈડમાં વાહનોના ગેરકાયદે પાર્કિંગના કારણે થોડો સમય રસ્તો બ્લોક થઈ ગયો હતો.  નગરપાલિકાના અધિકારીઓ તથા પોલીસ કર્મીઓએ તેને ધ્યાનમાં લીધુ નોહતુ.  જેથી સ્થાનિક વહીવટીતંત્ર તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે.  નાગરિકો પણ ચોંકી ગયા છે અને કહે છે કે આટલી મોટી ભીડ ભેગી કરીને કોરોનાને અહી નોતરવામા આવી રહ્યો છે.  ત્રિજી લહેરને લઈને લોકોના મનમાં પહેલેથી જ ભય છે તેમ છતાં કલ્યાણમાં, ડી-માર્ટ મેનેજમેન્ટ ખુલ્લેઆમ કોરોના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને અહીં કેડીએમસી પ્રશાસન અને સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads