Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

અંબરનાથમાં કાર અને રિક્ષાની ટક્કર, એકજ કુટુંબના ત્રણ સભ્યો સહિત રિક્ષા ડ્રાઇવરનુ કરુણ મોત


અંબરનાથ ખાતે કાર અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિઓ ના મૃત્યુ થયા છે આ અકસ્માત રવિવારે રાત્રે અંબરનાથ તાલુકાના પાલેગામ નજીક નવી એમ. આય. ડી. સી. રસ્તા પર બન્યો હતો આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં રિક્ષા ના ચૂરે ચૂરા ઉડી ગયા હતા. રિક્ષામાં બેસીને પ્રવાસ કરનાર વષૉ વલેચા ઉ.વ.૫૧,આરતી વલેચા ઉ.વ.૪૧, રાજ વલેચા ઉ.વ.૧૨ તથા રિક્ષા ડ્રાઇવર કિશન વિઠ્ઠલ શિંદે આ પ્રમાણે અકસ્માતમાં મૃત્યુ પામેલા ઓના નામો છે.

મળેલી માહિતી મુજબ પુરપાટ વેગે આવતી કારે રિક્ષા ને ઠોકર મારી હતી આ ઠોકર એટલી ભયાનક હતી કે રિક્ષામાં બેસીને પ્રવાસ કરનાર પ્રવાસી જે ઉલ્હાસનગર ના એકજ કુટુંબના ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે જ્યારે રિક્ષા ડ્રાઇવર નુ પણ ઘટનાસ્થળે મૃત્યુ થયેલ છે. આ અકસ્માત બાબતે કારના ડ્રાયવરને પોલીસે તાબામાં લીધો છે અને આ અકસ્માતનો ગુનો શિવાજી નગર પોલીસે નોંધણી કરી છે.

ઘટનાની જાણ થતાં શિવાજી નગર પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ ઘટનાનુ પંચનામું કરી ચારેય મૃતદેહોને ઉલ્હાસનગરની સેન્ટ્રલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.આ ઘટનાની વધુ તપાસ શિવાજી નગર પોલીસે હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads