જાહેર બાંધકામ વિભાગના શાખા ઇજનેર અવિનાશ ભાનુશાળીની થાણે એન્ટીકરપશન બ્યુરોના અધિકારીઓએ ધરપકડ કરી છે. કલ્યાણમાં જાહેર બાંધકામ વિભાગની કચેરીમાં આજે બપોરના સુમારે ૧ લાખ રૂપિયાની લાંચ લેતી વખતે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
એન્જિનિયરે બાંધકામનું મૂલ્યાંકન કર્યા પછી, ગ્રામજનો પાસેથી તેની જાણ કરવા બદલ ૪ લાખ રૂપિયાની લાંચ અગાઉ લીધી હતી. ત્યાર પછી તેણે ફરી પૈસાની માંગણીઓ કરી હતી. આ બાબતે ફરીયાદી એ થાણા એન્ટીકરપશન વિભાગ મા ફરીયાદ કરતાં એસીબી અધિકારીઓ એ છટકુ ગોઠવી આજે કલ્યાણની પીડબ્લ્યુ ઓફિસમાં લાંચ લેનારની રંગે હાથે ધરપકડ કરવામાં આવી હતી. કચેરીમાં થયેલી ધરપકડએ ફરી એક વખત કલ્યાણ-ડોંબિવલીમાં ખળભળાટ મચાવી દીધો છે. આ લાચ લેનારા અધિકારીનું નામ અવિનાશ પાંડુરંગ ભાનુશાળી (૫૭) છે અને તે જાહેર બાંધકામ વિભાગની કલ્યાણ શાખામાં શાખા ઇજનેર (વર્ગ -૨) તરીકે કાર્યરત છે. સ્થાનિક મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનમાં કેસ આ બાબતે કેશ નોંધવામાં આવ્યો છે.
અગાઉ કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ઇજનેર સુનીલ વાલંજ, કલ્યાણના તત્કાલીન તહસીલદાર દીપક આકાડે અને હવે જાહેર બાંધકામ વિભાગના એક ઇજનેરની લાંચ લેતી વખતે ધરપકડ કરવામાં આવી છે.



