છેલ્લા ત્રણ સપ્તાહમાં કલ્યાણના ૪૨૦૦૦ જેટલા ગ્રાહકોના કનેક્શન વીજળી બિલોની થકબાકીના કારણે કપાઈ ગયા છે. વીજળી કર્મચારીઓ પાસે માત્ર બે જ વિકલ્પો છે, થક બાકીદારો પાસેથી વીજળીના બિલની વસૂલાત અથવા તેમનો વીજ પુરવઠો બંધ કરવો. ઘરેલુ, વાણિજ્ય અને ઔદ્યોગિક કેટેગરીના ૨ લાખ ૧ હજાર ૩૨ વીજ ગ્રાહકો ૫૦૦ રૂપિયાથી વધુની થકબાકી રકમ સાથે રડાર પર છે અને તેમનો વીજળી પુરવઠો કોઈપણ સમયે કપાઈ શકે છે. મુખ્ય ઇજનેર ધનંજય ઔઢેકરે કટોકટીભરી નાણાકીય પરિસ્થિતિમાં રહેલા લોકોને વર્તમાન વીજળીના બિલ સાથે બાકી ચૂકવણી કરીને અવિરત વીજળી સેવાનો લાભ લેવા માટે એમ.એસ.ઈ.ડી.સી.એલને સહકાર આપવા અપીલ કરી છે.
છેલ્લા ત્રણ સપ્તાહમાં કલ્યાણ મંડળ ૧ (કલ્યાણ અને ડોમ્બિવલી) હેઠળ ૫ હજાર ૪૬૫, કલ્યાણ મંડળ ૨ (ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર, શાહપુર, થાણે જિલ્લાનો ગ્રામીણ ભાગ) હેઠળ ૭ હજાર ૯૭૨, વસઈ મંડળ હેઠળ ૧૩ હજાર ૨૧૪ (વસઈ અને વિરાર) અને પાલઘર મંડળ હેઠળ (વસઈ અને વિરારને છોડીને, બાકીના પાલઘર જિલ્લાના) ૧૫ હજાર ૨૫૦ ગ્રાહકો તેમજ ૨૫ પાણી પુરવઠા યોજનાઓ અને ૧૪૯ સ્ટ્રીટ લાઈટો કાપી નાખવામાં આવી હતી. તેમાંથી ૨૦ હજાર ૨૧૧ ગ્રાહકોએ વર્તમાન વીજળી બિલની સાથે બાકી ચૂકવણી અને પુન: જોડાણ ચાર્જ ચૂકવ્યો છે. સપ્ટેમ્બર પહેલા ૩૧૧ પાણી પુરવઠા યોજનાઓ અને ૭૮૬ સ્ટ્રીટ લાઈટો શિવાયના ૧ લાખ ૬૫ હજાર એરિયર્સ વાળાઓનો વીજળી પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો.
કલ્યાણ ઝોનમાં તમામ કેટેગરીના ૬ લાખ ૭૨ હજાર ગ્રાહકો પાસે ૬૬૯ કરોડ રૂપિયાના વીજળીના બિલ છે. મુખ્ય ઇજનેર ઔઢેકરે આ બાકી રહેલા ગ્રાહકોને તેમના વીજળીના બિલ તાત્કાલિક ચૂકવવા અને કટોકટીના સમયમાં એમ.એસ.ઈ.ડી.સી ને સહકાર આપવા અપીલ કરી છે.
વીજળી પુરવઠો ચાલુ વીજળીના બિલ અને બાકી રકમ તેમજ વીજળીના કપાયા બાદ પુન: જોડાણ ચાર્જ ભર્યા વગર કરવામાં આવશે નહીં. જે ગ્રાહકોનો વીજ પુરવઠો બાકી છે તેના કારણે ખોરવાયો છે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો આ ગ્રાહકો પાડોશીઓ અથવા આંતર જોડાણ અથવા અન્ય માધ્યમો દ્વારા અનધિકૃત રીતે વીજળીનો ઉપયોગ કરતા હોવાનું જણાશે તો સીધી કાર્યવાહી કરવામાં આવશે.આ વિસ્તારના તમામ વીજળી ગ્રાહકોને તેની નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી છે



