કૌશલ્યા વાધવા આ વૃધ્ધાનુ નામ છે. કૌશલ્યા ૧૫૭૫ નંબરના બૅરેક માં એકલાજ રહે છે કૌશલ્યાના ઘરનો કેટલોક ભાગ તુટી ગયો છે આ બાબતે માહિતી મળતાં અહીના સામાજિક કાયૅકરો મળી ને સહકાર આપવા માટે કૌશલ્યા ના ઘરે ગયા. ઘરે જતા કૌશલ્યા બિમાર હોવાની જાણકારી મળી તેથી કૌશલ્યા ને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો પરંતુ તુટી ગયેલા ઘરમાં ચોરી થવાની શક્યતા ને લીધે આ બાબતે વિઠ્ઠલવાડી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ. કૌશલ્યા ના જમવાની વ્યવસ્થા કયૉ બાદ પોલીસે કબાટમાં થી ૮૫ હજાર રૂપિયા,૧૦૦ની નોટોનુ બંડલ,સોનાની બંગડીઓ,કાનના દાગીના તેમજ બેન્ક ખાતાંમાં ૧૦ લાખની ફીક્સ દિપોઝીટની રસીદોના કાગળો મળી આવ્યા હોવાનું પોલીસે પંચનામું કરી કાગળો જમા કર્યા.
કૌશલ્યા વાધવા ની હોસ્પિટલમાં સારવાર કરાયા બાદ તેમને ઘરે છોડવામાં આવ્યા છે. પહેલાં કૌશલ્યા નોકરી કરતી હતી તેમના પતિ હરપાલસિંહ નુ નિધન થયું છે કૌશલ્યા ને કોઈ બાળક નોહતુ. હરપાલસિંહ ને દૃષ્ટિ દોષ હોવાથી તેઓ મંદિર દરબારમાં ભજન- કિતૅન કરતા હતા. કૌશલ્યાના ભાણીયાનુ પણ નિધન થયેલ છે તેની વહુ મુલુંડમાં રહે છે.



