કલ્યાણ તાલુકા ગ્રામ્ય પોલીસ સ્ટેશન (ટિટવાળા) ની હદમાં એક સાત વર્ષની બાળકી પર સ્વતંત્રતાના દિવસે તેના સાવકા પિતાએ બળાત્કાર ગુજાર્યો હોવાની એક આઘાતજનક અને ચિંતાજનક ઘટના બની છે. સમગ્ર ભારતનો ૭૫ મો અમૃત મહોત્સવ પુરજોશમાં ચાલી રહ્યો હતો ત્યારે ટિટવાળા પોલીસ સ્ટેશન પરિસરમાં સાત વર્ષની માસૂમ બાળકી તેના પિતાના જુલમથી બચી શકી નથી. મૂળ ઉત્તરપ્રદેશની ટિટવાળા ખાતે રહેતી સવિતા (ઉંમર ૨૫ વર્ષ) નામ બદલ્યું છે. તે એક વર્ષથી ટિટવાળામા ટાઇલ્સ બેસાડવાનુ કામ કરનારા શેષરાવ ગૌતમ (ભારતી) (ઉંમર ૨૬) સાથે રહેતી હતી. તેણીને એક સાત વર્ષની પુત્રી અને એક વર્ષનો પુત્ર પહેલા પતિના એમ બે સંતાન છે.
૧૫મી ઓગસ્ટે સવિતા અને શેષરાવ વચ્ચે જોરદાર ઝગડો થયો હતો.આ બાબતે સવિતા ટીટવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી. ત્યાર બાદ તે ઘરે પાછી આવી ત્યારે સાંજના ચાર વાગ્યા હતા, અને તેની સાત વર્ષની છોકરી રડતી હતી.ત્યારે પૂછ્યું કે તેની રડતી દીકરીને શું થયું?તે સમયે હાજર શેષરાવ ને જ્યારે સવિતાએ પૂછ્યું કે આ છોકરી કેમ રડે છે, ત્યારે શેષરાવે કહ્યું છોકરી સાઈકલ પરથી પડી ગઈ હતી.માતા તેની રડતી પુત્રીને દવાખાને લઈ ગઈ ત્યારે
ડૉક્ટરે તેની તપાસ કરી અને તેને સારવાર માટે મોટી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું. સવિતા પોતાની દિકરી ને ઉલ્હાસનગર હોસ્પિટલ લઈ ગઈ ત્યારે ડોક્ટરે છોકરીની તપાસ કરી અને પૂછ્યું કે શું થયું? ત્યારે
છોકરી રડી પડી અને તેની સાથે થયેલ આપવીતીની વિગત જણાવી હતી તેથી ડોક્ટર એ બાળકી સાથે બળાત્કારની શંકા વ્યક્ત કરી હતી.આ બાબતે માતા સવિતાએ શેષરાવ ગૌતમ (ભારતી) સામે કલ્યાણ તાલુકા પોલીસ સ્ટેશન ટિટવાળા જઈને બળાત્કારની ફરિયાદ કરી હતી. પોલીસે આરોપી શેષરાવ ગૌતમ વિરોધમાં બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. ટીટવાળા
પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક રાજુ વણજારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રાચી પાંગે આ મામલે ફરાર આરોપીની વધુ તપાસ કરી રહ્યા છે.


