મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઈમ) વિનોદ ચવ્હાણના માર્ગદર્શન હેઠળ આ બાબતની તપાસ કરતી વખતે ૨૦૧૪મા પનવેલ ખાતે સુરભી જ્વેલર્સ માથી ૩ કિલો સોનું લૂટી ફરાર થયેલા મોક્કા ગુનાનો આરોપી મો.બિલાલ મો.કાશિમ કુરેશી (૩૨)આ સન ૨૦૧૮ મોક્કા ગુનામાં જામીન પર છૂટયો હતો તે બાબતે ક્રાઈમ બ્રાન્ચ, ૨ ના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક ગિરધર ગોર, પ્રવીણ ફડતારે, ગણેશ કરાડ અને ટુકડી કોહિનૂર સિટી, કુર્લા ખાતે આરોપીઓની શોધખોળ કરી રહી હતી. ત્યારે તે ત્યાં થી પકડાયો હતો
સુરભી જ્વેલર્સ લૂંટ બાદ જામીન પર છૂટ્યા બાદ, તેણે ૬ એપ્રિલ, ૨૦૧૯ના રોજ ચિચપોકલી રેલવે સ્ટેશન સામે એક સોના-ચાંદીના વેપારીને ધમકી આપી માર જુડ કરી અને દોઢ કિલો સોનું ચોર્યું હતુ મોકા હેઠળ થાણે પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપી ૨૦૧૯ થી ફરાર હતો.
હાલમાં આરોપી મો.બીલાલ મો.કાસીમ કુરેશીની પનવેલ સિટી પોલીસ અને થાણે ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ આરોપીનો તાબો કાલાચૌકી પોલીસ ને સુપરત કરાયો હોઈ તેના વિરુદ્ધ કલાચૌકી, પોયનાડ, ભાઈંદર, ભિવંડી, પંતનગર -૨, અંધેરી, આંબોલી તથા તુર્ભેમા ગુનાઓ દાખલ હોવાનું પોલીસે જણાવ્યું છે.



