૧ ઓગસ્ટના રોજ મુંબઈ-નાસિક હાઈવે પર માનકોલી નાકા પર એક પુલ નીચે ઓલા કારના ડ્રાઈવરનુ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. નારપોલી પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ પરથી હત્યાનો ગુનો દાખલ કર્યા બાદ તારણ કાઢવામાં આવ્યું છે કે, ફરીયાદી પત્નીજ આ હત્યા કેસમાં મુખ્ય આરોપી છે.
આ ઘટના ૧ ઓગસ્ટના રોજ બની હતી. નારપોલી પોલીસે આ ગુનામાં ઉંડાણ પૂર્વક તપાસ કરતાં બહાર આવ્યું છે કે પત્નિએ તેના બૉયફ્રેન્ડ સાથે મળીને તેની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું કારણ કે તેના બૉયફેન્ડ સાથે લગ્નેતર સંબંધ હતા.
મૃતકની ઓળખ ઓલા કારના ડ્રાઇવર પ્રભાકર પાંડુ ગંજી તરીકે થઇ છે. આ ગુનામાં બે આરોપીઓ ફરાર છે અને તેમની તપાસ નારપોલી પોલીસ કરી રહી છે.
૧ લાખની સોપારી આપી પતિની હત્યા કરાવી
મૃતક પ્રભાકર અને તેની પત્ની શ્રુતિએ પણ અનૈતિક લગ્ન કર્યા હતા. જો કે, તેણીએ તેની સહેલી પ્રિયા તથા પ્રેમી નિકમને જાણ કરી હતી કે તેનો પતિ પ્રભાકર તેને છૂટાછેડા આપી રહ્યો નથી. તેની સહેલીએ પણ છૂટાછેડા લીધા હોવાથી, તેણીએ તેને તેના પતિને મારી નાખવાની અને કાંટો દૂર કરવાની સલાહ આપી. અને કહ્યું કે તેની પાસે બે યુવાનો છે જેને તે ઓળખે છે. તે પછી, તેની પત્ની શ્રુતિએ તેના દાગીના વેચીને કાઢી હત્યા કરનારા બે લોકોને ૧ લાખ રૂપિયાની સોપારી આપી હતી. ૩૧ જુલાઇની રાત્રે મુંબઇ જતી વખતે હુમલાખોરોએ ૧૦ વાગ્યે પ્રભાકરનના મોબાઇલ ફોન પર ઓલા બુક કરી હતી. બાદમાં, માનકોલી જતી વખતે, બે હુમલાખોરોએ દોરડાથી તેનું ગળું દબાવ્યું હતુ અને કારમાં તેનો મૃતદેહ છોડી ભાગી ગયા હતા.
પકડાયેલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે
જ્યારે થાણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નારપોલી પોલીસ સાથે મળીને તપાસ હાથ ધરવામાં આવી ત્યારે ટેક્નિકલ તપાસના આધારે આ કેસમાં મુખ્ય આરોપી મૃતકની પત્ની શ્રુતિ હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં તેની પત્ની શ્રુતિ અને બોયફ્રેન્ડ નિતેશ અને સહેલીની ધરપકડ કરવામાં આવી છે અને ૧૩ ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે આ કેશમાં બે આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમની શોધ કરી રહી છે, એમ વરિષ્ઠ પોલીસ નિરીક્ષક માલોજી શિંદેએ જણાવ્યું હતું.



