કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ થાણે જિલ્લાના મહત્વના રસ્તાઓ અંગે વિવિધ નિર્ણયો લીધા છે. કેન્દ્રીય પંચાયત રાજય મંત્રી કપિલ પાટીલ અને ભાજપના જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય કિસાન કથોરેની પહેલ પર ગઈકાલે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં મંત્રી નીતિન ગડકરીએ મહત્વના આદેશો આપ્યા હતા.
કલ્યાણ નજીક શહાડ રોડ પર ઓવરબ્રિજને ડબલ લાઈનનો મોટો કરવા સૈદ્ધાંતિક મંજૂરી, વરપ-કાબાથી માલશેજ ઘાટ રોડને ચાર માર્ગીય કરવા માટે જમીન સંપાદનનો આદેશ, શીલફાટા-બદલાપુર-મ્હાસા-ઘાટ રોડ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો, કાચના સ્કાયવોકના નિર્માણ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ અને માલશેજ ઘાટમાં ગાર્ડન (ડીપીઆર)નો મંત્રી નીતિન ગડકરીએ આદેશ આપ્યો છે. માલશેજ ઘાટમાં નવી ટનલ બનાવવા માટે રૂ. ૨,૪૭૮ કરોડ આપવાની દરખાસ્ત તૈયાર કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ બેઠકમાં કેન્દ્રીય પંચાયત રાજ્ય મંત્રી કપિલ પાટીલ, સાંસદ ગોપાલ શેટ્ટી અને ધારાસભ્ય કિસાન કથોરે ઉપસ્થિત રહ્યા હતા.



