રાજ્યમાંની પાલીકા ચૂંટણીઓ સ્વબળે લડવાનો સંકેત કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ આપ્યો છે તે પ્રમાણે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીઓમાં સ્વબળે લડવાની તૈયારી કૉંગ્રેસ તરફથી શરુકરી દેવામાં આવી છે એવુ કૉંગ્રેસ જીલ્લાધ્યક્ષ સચન પોસ્ટ એ તે પ્રમાણે સંગઠનાત્મક મજબૂતીકરણ કરવાની શરૂઆત કરી છે. પોટે ગઈ કાલે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર ની મુલાકાત લઈ બંન્ને શહેરમાં ની નાગરિકો ની સમસ્યાનો પર ચર્ચા કરી.
કલ્યાણ-ડોમ્બિવલી ના રસ્તાઓમા પડેલા ખાડા,કચરાનુ નિયોજન, દૂષિત પાણી પુરવઠો,બીએસયુપી યોજનામાં ના બાધિતોના ઘરોનો પ્રશ્ર,કચોરે ગામમાં મુસ્લિમ બિરાદરો માટે દફનભૂમીનો પ્રશ્ર વિગેરે મહત્વ પૂર્ણ વિષયો પર પોટેએ કમિશનર ની મુલાકાત દરમિયાન ચચૉઓ કરી છે.
ત્યારબાદ પોટેએ પત્રકારો સાથે વાતચીત કરતા કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં બુધવારે ૨૫મી એ બેઠક પાર પડી તેમાં પાલીકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સંગઠનાત્મક મજબૂતીકરણ કરવાની દૃષ્ટિએ ચચૉ થઈ હોવાનું કહ્યું. રાજ્યમાં શિવસેના, રાષ્ટ્રવાદી, કૉંગ્રેસ ની આગાડીની સત્તા હોવા છતાં પાલિકા ની ચૂંટણીઓ સ્વબળે લડવાનો આદેશ પટોલેએ આપ્યો છે તે પ્રમાણે શહેરમાં ના બુથ કમીટી થી બ્લૉક કમીટીમા સંગઠનાત્મક ફેરફાર કરવા, નાગરિકો ની સમસ્યા ઓ બાબતે અવાજ ઉઠાવવો, જરુર પડતાં આંદોલન કરવા બાબત ની સુચનાઓ આપવામાં આવી.પટોલેએ આપેલા આદેશ પ્રમાણે અમારી તૈયારીઓ શરુ થઇ હોઈ આજે પાલીકા કમિશનર ની મુલાકાત લઈ સમસ્યા ઓ ની રજૂઆત પોટેએ કરી હોવાનુ કહ્યું
રાજ્યમાં મહા વિકાસ આગાડીની સત્તા હોઈ કૉંગ્રેસના ૧૨ મંત્રીઓ છે આ મંત્રીઓના કલ્યાણ-ડોમ્બિવલી શહેરોમાં દર મહિને જનતા દરબાર લેવાની માગણી પ્રદેશાધ્યક્ષ સમક્ષ કરી છે આ માગણીને પટોલેએ માન્ય રાખી વહેલી તકે અહી તેનુ આયોજન કરવામાં આવશે તેનાથી કલ્યાણ-ડોમ્બિવલી ની સમસ્યાઓ દૂર થવામાં મદદ મળશે અને તેનો પાલીકા ચૂંટણીઓ મા કૉંગ્રેસ ને નક્કી ફાયદો થશે એવો વિશ્વાસ અધ્યક્ષ પોટેએ વ્યક્ત કર્યો છે.



