હુમલાખોરોના વિરોધમાં કાર્યવાહીકરી ધરપકડ કરો ભાજપા કલ્યાણશહેર અધ્યક્ષ પ્રેમનાથ મ્હાત્રેની માગણી
ઑગસ્ટ 24, 2021
0
કલ્યાણ ભાજપા કાયૉલય તેમજ કાયૅકરો પર હુમલો કરનાર હુમલાખોરોના વિરોધમાં કાર્યવાહી કરી તેમની ધરપકડ કરો તેવી માગણી કલ્યાણ શહેર ભાજપ ના અધ્યક્ષ પ્રેમનાથ મ્હાત્રેએ બજાર પેઠ પોલીસ ને કરી છે આજે શિવસેના ના કાયૅકરોએ નારાયણ રાણેએ કરેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પરના અપશબ્દો ને લીધે ભાજપ કાર્યાલય ની તોડફોડ તેમજ કાયૅકરોને કરેલી મારઝૂડનો નિષેધ વ્યક્ત કરતા પ્રેમનાથ મ્હાત્રેએ કહ્યું કે જો નારાયણ રાણેએ કરેલા અપશબ્દો ના પ્રયોગથી શિવસેનાને દુખ થાય છે તો પછી જ્યારે શિવસેના ના લોકો દેશના વડાપ્રધાન માટે કેવા કેવા શબ્દોનો પ્રયોગ કરે છે ત્યારે કેમ ચૂપ રહે છે. શિવસેના ના હુમલાઓને હવે ભાજપા કાયૅકરો જેવા સાથે તેવાનો જવાબ આપશે ભાજપા કાયૅકરોનો મોરચો શિવાજી ચોક તરફની શિવસેના કચેરી તરફ જતા પોલીસે અટકાવ્યો હતો.હાલ શહેરમાં શાંતિ છે પરંતુ વાતાવરણ તણાવપૂર્ણ હોવાનું જાણવા મળ્યું છે..
Tags



