થાણાના નૌપાડા પોલીસ સ્ટેશની હદમાં આવેલી લેક સિટી હોસ્પિટલના સહાયકના વિરોધમાં આંગળીમાં અટવાયેલી વીંટી કાઢવા માટે ડાયરેક ગ્રાઇન્ડરનો ઉપયોગ કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, હોસ્પિટલે સારવાર માટે મોટી રકમ એઢી લીધા પછી મનસે થાણે શહેર સચિવ અક્ષય કરંજવકરે ફોલોઅપ કર્યો બાદ પોલીસ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પાર્થ સતીશ ટોપલે (ઉંમર વર્ષ ૧૪), એચ વિંગ, સાઈ વાત્સલ્ય એપાર્ટમેન્ટ નીતિન કંપની પાસે, પાચપાખાડી થાણેમાં રહે છે, તેના જમણા હાથની આંગળીમાં વીંટી અટકી હતી. વીંટી નિકળતી ન હોવાથી શિતલ સતીશ ટોપલે આ છોકરાની માતાએ છોકરાને ૩ જુલાઈ, ૨૦૨૧ ના રોજ ખોપટની લેક સિટી હોસ્પિટલમાં તબીબી સારવાર માટે લઈ ગયા હતા. તે સમયે, કોઈ તબીબી અધિકારીએ છોકરાને જોયો નોહતો. હોસ્પિટલમાં હાજર જુનિયર મેડિકલ ઓફિસરએ છોકરાની તપાસ કરી અને તેને ઘરે મોકલી આપ્યો. ત્યારબાદ, શિતલ ટોપલેને હોસ્પિટલમાંથી સ્વપ્નિલ હોટકર નામની વ્યક્તિનો ફોન આવ્યો. કહ્યું કે હું લેક સિટી હોસ્પિટલથી બોલી રહ્યો છું અને હોસ્પિટલ મેનેજમેન્ટે તમારા બાળકની આંગળી પરની વીંટી કાઢવા કહ્યું છે. ત્યારે શિતલ ટોપલે તેને સંમતિ આપ્યા પછી, સ્વપ્નિલ હોટકર શિતલ ટોપલના ઘરે આવ્યો અને તેણે ધારદાર ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીને વીંટી કાઢવાનો પ્રયાસ કર્યો. પરંતુ રિંગ નિકળી નહી અને પાર્થની આંગળી કાપી નાખી. ઘટના બાદ પાર્થની હાલત નાજુક બની હતી અને તેને લેક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.તેની યોગ્ય સારવાર કરવાને બદલે, તેને સઘન સંભાળ એકમમાં મૂકવામાં આવ્યો અને તેના હાથ તેમજ તેના પેટ પર શસ્ત્રક્રિયા કરવામાં આવી. બાદમાં તેને છોડવામાં આવ્યો અને ત્યારે તેના જીવને જોખમ હતું.
લેક સિટી હોસ્પિટલની બેજવાબદારીથી ગેંગરીનનો ખતરો હોવા છતાં પાર્થ, આ ૧૪ વર્ષના છોકરાને, સારવાર ના નામે લાખો રૂપિયાનો ખર્ચ થયો છે. બાબા ટોપલે પરિવારે આ બાબતે મનસેના અક્ષય કરંજવકરને જાણ કર્યા પછી, તેમણે શનિવારે નૌપાડા પોલીસમાં કેસ નોંધવા માટે નિવેદન નોંધાવ્યું હતું.અને મનસે એ આંદોલનની ચેતવણી પણ આપી હતી. આ ચેતવણી બાદ પોલીસે કેસ દાખલ કર્યો છે. દરમિયાન, આ કિસ્સામાં લેક સિટી હોસ્પિટલનું લાયસન્સ રદ કરવું જોઈએ; અન્યથા મનસેના કરંજવકરે ચેતવણી આપી છે કે અમે આંદોલન કરીશું.



