Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

સસ્તા મકાન આપવની લાલચ આપી દોડ કરોડનો ચૂનો ચોપડનારા ૭ વર્ષ થી ફરાર આરોપીની કલ્યાણ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ.


કલ્યાણ ક્રાઈમ બ્રાન્ચે સામાન્ય નાગરિકોને સસ્તા મકાનો આપવાની લાલચ આપી છેતરપિંડી કરનારા ૭ વર્ષથી ફરાર રહેલા આરોપીને પકડવામાં આજે સફળતા મળી છે.  સ્થાનિક મહાત્મા ફૂલે ચોક પોલીસની એક ટીમ આરોપીની શોધ કરી રહી હતી. આ આરોપીના વિરોધમાં મિલકત જપ્ત કરવાનો કોર્ટનો આદેશ હોવા છતાં આરોપી પોલીસ સ્ટેશન કે કોર્ટમાં હાજર થયો નોહતો. જોકે, ક્રાઈમ બ્રાંચના કલ્યાણ એકમે આરોપીને પકડી પાડ્યો છે.

પકડાયેલા આરોપીની ઓળખ મજીદ અલી ઉર્ફે ગુડ્ડુ મનસુરાલી શેખ (૪૧) તરીકે થઈ છે, જે મુંબઈના ઘાટકોપરની પૂર્વમાં કામરાજનગરમાં હિન્દુસ્તાન ચાલીમાં રહે છે.  તેમની સામે ૨૦૧૪ માં કલ્યાણના મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો.  ગુનો દાખલ થયો ત્યારથી તે ફરાર હતો.  પોલીસ તેને શોધી રહી હતી.  જોકે, તે હજુ પોલીસના હાથમાં  આવ્યો નોહતો.આખરે, કોર્ટે ઉત્તરપ્રદેશના લખનૌમાં તેમની ૧. ૭૫ કરોડની સંપત્તિ જપ્ત કરી અને હરાજી કરવાનો આદેશ આપ્યો હતો.  બાદમાં કલ્યાણ ક્રાઈમ બ્રાન્ચને જાણ થઈ કે આરોપી નવી મુંબઈના કામોઠે વિસ્તારમાં આવેલા તિરુપતિ એપાર્ટમેન્ટમાં છુપાયો છે.

ક્રાઈમ બ્રાંચની ટીમે બિલ્ડિંગમાં ઘૂસીને ફ્લેટમાં છુપાયેલા માજીદ અલી શેખની ધરપકડ કરી હતી.  માજીદ અલી ઉર્ફે ગુડ્ડુને મહાત્મા ફૂલે ચોક પોલીસને સોંપવામાં આવ્યો છે.આ ગુનામાં કુલ ૬ આરોપી પૈકી  કોર્ટે એકને ત્રણ વર્ષની જેલની સજા અને બીજાને છેતરપિંડીના કેસમાં છ વર્ષની કેદની સજા ફટકારી છે.  ક્રાઈમ બ્રાંચના જણાવ્યા અનુસાર, માજીદ અલી ઉર્ફે ગુડ્ડુના વિરુદ્ધ ૨૦૧૬ માં ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના ખોડારે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

૨૦૧૪ માં, માજીદ અલી ઉર્ફે ગુડ્ડુ મન્સૂર અલી શેખ સહિત છ વ્યક્તિઓ પર કલ્યાણના મહાત્મા ફૂલે પોલીસ સ્ટેશનમાં ડોમ્બિવલી નજીક નેવાલી ખાતેની રિઝર્વેશન વાળી જમીન પર અનધિકૃત ચાલો બાંધવા અને સામાન્ય નાગરિકોને સસ્તા દરે આશરે ૧.૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.  આ કેસમાં છ આરોપીઓમાંથી એકને ત્રણ વર્ષની અને બીજાને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે.  જોકે મજીદઅલી ઉર્ફે ગુડ્ડુ મન્સૂરઅલી શેખ ફરાર થઈ ગયો હતો.  તે સાત વર્ષથી ફરાર હતો અને પોલીસને પરેશાન કરતો હતો.  જો કે, પોલીસ નવી મુંબઈમાં છુપાયેલા ગુડ્ડુને પકડી પાડવામાં સફળ રહી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads