કલ્યાણ જિલ્લા સેશન્સ કોર્ટે કાર ડ્રાઇવરની હત્યાના ગુનામાં ચાર ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી છે. ૨૦૧૨માં એક ટુર્સ ટ્રાવેલ્સ કંપની મારફત બુક કરાવેલ કારના ડ્રાઈવર ઘનશ્યામ પાઠકને શેરડી જવા માટે કાર બુક કરાવી હતી, આરોપીઓ અગાઉ શેરડી સાઈ બાબાના દર્શન કરીને આવતી વખતે કસારામાં જ ચારેય આરોપીઓએ ડ્રાઈવરનું ગળું દબાવીને હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવા માટે કસારા ઘાટની ખીણ નીચે મૃતદેહને ફેકી દીધો હતો. આ બાબતે કલ્યાણ બીએસએનએલમાં ડ્રાયવરનુ કામ કરનારા અને પ્રાઈવેટ કારરાખી ભાડા કરનારા ગુજરાતી કાર ડ્રાયવર ઘનશ્યામ પાઠકના કુટુંબના લોકો ની ફરીયાદ પરથી મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો .કલ્યાણમાં ટુર્સ બિઝનેસ ચલાવતા રેવણકરે ડ્રાઈવર ઘનશ્યામ પાઠકને શિરડી જવાનું ભાડુ નક્કી કર્યું હતું.આ ગુનામાં આરોપી આકાશ સાલુકે, સચિન સુભાષ નિચ્છતે, કાલુરામ ફરદે નામના ચાર લોકોએ ભેગા મળીને આગાઉ દોરડું ખરીદ કર્યું હતું અને ઘાટમાં પ્રથમ ડ્રાઈવર ઘનશ્યામ પાઠકના ગળામાં દોરડું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહને કસારા ઘાટમાં ફેંકી દેવામાં આવ્યો હતો. મહાત્મા ફુલે પોલીસે શેરડી ના સીસીટીવી ફૂટેજ પરથી આરોપીઓ ને ઓળખી કાઢી ગુનો દાખલ કરેલો.હવે ઘટનાના નવ વર્ષ બાદ જિલ્લા સેશન્સ કોર્ટના જજ એસ.બી. કચારેએ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે.આ ગુનાના તમામ ગુનેગારો શાહપુર આસપાસ ના રહેવાસી હોવાનું કહેવાય છે



